પટના: લોકસભા ચૂંટણીની (Lok Sabha Elections) તારીખો જાહેર થાય તે પહેલા બિહારમાં મંત્રીઓ (Minister in Bihar) વચ્ચે વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. ગઇકાલે શુક્રવારે બિહારમાં નીતીશ સરકારના કેબિનેટ (Cabinet) વિસ્તરણ બાદ મંત્રીઓમાં પણ પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવી છે.
વહેંચણીમાં સીએમ નીતિશ કુમારે (Nitish Kumar) ગૃહ વિભાગ ઉપરાંત સામાન્ય વહીવટ, મોનિટરિંગ, ચૂંટણી અને કેબિનેટ સચિવાલયના વિભાગો પોતાની પાસે રાખ્યા છે. આ ઉપરાંત જે વિભાગોની જવાબદારી કોઈ મંત્રીને આપવામાં આવી નથી તે વિભાગ પણ મુખ્યમંત્રી પાસે રહેશે. ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી પાસે ફાઇનાન્સ અને કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે. જ્યારે બીજા ડેપ્યુટી સીએમ વિજય કુમાર સિન્હા પાસે રોડ કન્સ્ટ્રક્શન, માઇન્સ એન્ડ અર્થ એલિમેન્ટ્સ, આર્ટ-કલ્ચર અને યુથ ડિપાર્ટમેન્ટ છે.
આ સાથે જ મંત્રી વિજય ચૌધરી પાસે જળ સંસાધન અને સંસદીય બાબતોના વિભાગની જવાબદારી છે. જ્યારે ડૉ. પ્રેમ કુમારને સહકારી વિભાગ અને પર્યાવરણ આબોહવા વિભાગની જવાબદારી સોંપાયી છે. તેમજ મંત્રી શ્રવણ કુમારને ગ્રામ વિકાસ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
આ સિવાય મંત્રી સંતોષ કુમાર સુમનને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, માઈનોર વોટર રિસોર્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ આપવામાં આવ્યું છે. કેબિનેટ વિસ્તરણમાં મંત્રી બનેલા રેણુ દેવીને પશુ અને મત્સ્ય સંસાધન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મંત્રી મંગલ પાંડેને આરોગ્ય અને કૃષિ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ મંત્રી નીરજ કુમાર સિંહને PHED વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત અશોક ચૌધરીને ગ્રામીણ બાબતોના વિભાગની જવાબદારીસોંપાયી છે. મંત્રી લેસી સિંહને ખાદ્ય-ગ્રાહક સુરક્ષા વિભાગની જવાબદારી સોંપાયી છે. તેમજ મદન સાહનીને સમાજ કલ્યાણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રી નીતિન મિશ્રને ઉદ્યોગ અને પ્રવાસન વિભાગની જવાબદારી સોંપાયો છે. તો નીતિન નવીનને શહેરી વિકાસ આવાસ વિભાગ, કાયદા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
મંત્રી દિલીપ જયસ્વાલને મહેસૂલ, જમીન સુધારણા વિભાગ, મહેશ્વર હજારીને માહિતી અને જનસંપર્ક વિભાગ, શીલા કુમારીને પરિવહન વિભાગ, સુનિલ કુમારને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જનક રામને અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમજ હરિ સાહનીને પછાત અને અતિ પછાત કલ્યાણ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે.
કૃષ્ણનંદન પાસવાનને શેરડી ઉદ્યોગ વિભાગ, જયંત રાજને મકાન બાંધકામ વિભાગ, જામા ખાનને લઘુમતી કલ્યાણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મંત્રી રત્નેશ સાદાને કેન્દ્રીય નશાબંધી, આબકારી વિભાગ અને કેદાર ગુપ્તાને પંચાયતી રાજ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે. સુરેન્દ્ર મહેતાને રમતગમત વિભાગ અને સંતોષ કુમાર સિંહને શ્રમ સંસાધન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.