અમદાવાદ (Ahmedabad) શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક શખ્સને પોર્ન (Porn) વીડિયો જોવાની ખરાબ લત લાગી ગઈ હતી. આ વિકૃત શખ્સે પોર્ન જોવાનો શોખ એટલી હદે વધી ગયો હતો કે તે આસપાસ નજીકના સંબંધીઓને પણ ખરાબ નજરે જોવા લાગ્યો હતો. આ શખ્સે વિકૃતિની ચરમસીમા પાર કરી દેતાં પોતાની સગી ભાણેજને દેહવિક્રયના ધંધામાં ઢસેડવાનો હીન પ્રયાસ કર્યો હતો.
વાત એમ છે કે આ શખ્સે પોતાની સગી ભાણેજના (Nephew) નામનું એક ફેક ફેસબુક પેજ (Facebook page) બનાવ્યું હતું. જેની પર તેની ભાણેજનો સાચો મોબાઈલ નંબર (Mobile Number) લખી દીધો હતો. હદ તો તે શખ્સે ત્યાં વટાવી દીધી જ્યારે તેને ભાણીના મોબાઈલ નંબર સાથે તેનો ભાવ પણ લખી દીધો હતો.
અમદાવાદના વટવા (Vatva) વિસ્તારની આ ઘટના છે. અહીં રહેતી આશફા (નામ બદલ્યું છે) નામની મહિલા તેના પતિ સાથે રહે છે. એક દિવસ તેના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવવા લાગ્યા હતા. ફોન કરનારા અજાણ્યાઓ આશફા પાસે ગંદી માંગણી કરી રહ્યાં હતાં. ગભરાઈ ગયેલી આશફાએ આ વાત તેના પતિને કરી હતી. લોકો તેનો ભાવ પૂછતા હોવાનું તેણીએ તેના પતિને જણાવ્યું હતું. આથી પતિ પણ ગભરાઈ ગયો હતો. તપાસ કરતા ખબર પડી કે આશફાનો ફોટો અને મોબાઈલ નંબરથી એક ફેસબુક પેઝ બનાવાયું છે. જેમાં તેનો રેટ પણ લખ્યો છે.
આશફા અને તેના પતિએ વટવા પોલીસને ફરિયાદ આપતા પોલીસે તપાસ કરી હતી, જેમાં ખબર પડી કે આશફાના સગા મામાએ (Uncle) જ આ ગંદી હરકત કરી હતી. તેનો મામો પોર્ન જોઈ વિકૃત બની ગયો હતો. પોલીસે આરોપી મામાની ધરપકડ કરી છે. મામાએ પરિણીત ભાણેજને બદનામ કરનારું આવું ખરાબ કૃત્ય કેમ કર્યું તેની તપાસ પોલીસ કરી રહી છે. ભૂતકાળમાં મામા ભાણેજ વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી કે પછી મામો પોતાની સગી ભાણેજ પર ખરાબ દાનત રાખતો હતો તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે.