SURAT

વરસાદના પગલે સાપ કરડવાના કેસો વધ્યાં, એક મહિનામાં સિવિલ-સ્મીમેરમાં 50થી વધુ કેસ નોંધાયા

સુરત: શહેરમાં ચોમાસાની (Monsoon) શરૂઆતની સાથે જ જેમ તાવની બિમારીથી (Disease) લઈને કંજક્ટિવાઈટીસના કેસોમાં વધારો થયો છે તેમ સાપ કરડવાના (Snake bite) બનાવોમાં પણ વરસાદના (Rain) કારણે વધ્યા છે. છેલ્લા એક મહિનામાં માત્ર સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં (Hospital) જ સાપ કરડવાના 50થી વધુ કેસો નોંધાયા છે. ખાનગી હોસ્પિટલમાં નોંધાયા હોય તે આંકડો જુદો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચોમાસાના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જાય છે. નહેર-ખાડી-નદીમાં પણી ભરાઈ જતા સાપ બહાર નીકળી આવે છે. અને વરસાદી પાણીમાં પણ જોવામાં આવે છે અને તેના કારણે સ્નેક બાઈટના કેસ વધ્યાં છે. માત્ર સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં જ 50થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં નોંધાયેલા કેસ જુદા છે. શહેરના છેવાડાના વિસ્તાર કે જ્યાં ખેતરો વગેરે છે ત્યાં અને નવા વિકાસ પામતા વિસ્તારો સહિત ઔદ્યોગિક વિસ્તારોમાં સાપ કરડવાના બનાવો બનાવો બને છે. જેમાં પાંડેસરાના ભેસ્તાન, વડોદ, બમરોલી, સચીનનો સમાવેશ થાય છે.

ભેસ્તાનમાં મેઈન રોડ પર સિદ્ધાર્થનગર પાસે આવેલ ભગવતી ઇન્ડસ્ટ્રીઝમાં 10 કલાકમાં બે કારીગરોને સાપે ડંખ માર્યા હતા. ભગવતી ઇન્ડસ્ટ્રીઝમાં ખાતામાં નોકરી કરતો પ્રદીપ રામબાબુ નિસાદ( 23 વર્ષ.રહે. શ્રીજીનગર, બમરોલી) શનિવારે રાત્રે ખાતામાં કામ કરતો હતો ત્યારે તેને સાપે ડંખ માર્યો હતો. તેને સારવાર માટે અન્ય કારીગરો નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.

ભેસ્તાન સિદ્ધાર્થનગરમાં રહેતો રંજનકુમાર સુદર્શન બેહરા( 32 વર્ષ) ભગવતી ઇન્ડસ્ટ્રીઝમાં એક ખાતામાં નોકરી કરતો હતો. સવારે તેને સાપ કરડતા અન્ય કારીગરો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. હાલમાં બંને હાલત સ્થિર છે. ભગવતી ઇન્ડસ્ટ્રીઝમાં 10 કલાકમાં બે કારીગરોને સાપે ડંખ મારતા કારીગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ગરમ પાણી લઈ જતા પગ લપસ્યો અને સીવિલ હોસ્પિટલની નર્સ દાઝી ગઈ
સુરત: સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતી નર્સ ઘરે ગરમ પાણી લઈને બાથરૂમમાં જતી હતી ત્યારે પગ લપસી જતાં તે પડી ગઈ હતી. તેના કારણે તે હાથ અને પેટના ભાગે ગરમ પાણી પડતાં તેણી સખત રીતે દાઝી ગઈ હતી.
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મજુરાગેટ પાસે કૈલાસનગરમાં રહેતી સેફાલી મુકેશ ટંડેલ( 23 વર્ષ) નવી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. આજ રોજ સવારે તે ઘરમાં ડોલમાં ગરમ પાણી ભરીને બાથરૂમમાં જતી હતી ત્યારે પગ લપસી જતા ગરમ પાણીની ડોલ સાથે લપસી ગઈ હતી. તેથી સેફાલી હાથ અને પેટના ભાગે દાઝી ગઈ હતી. તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Most Popular

To Top