Health

Disease after corona: કોરોનાથી સાજા થયા બાદ દર્દીઓને થઈ રહી છે ઘાતક બિમારી, શરીરનું આ અંગ સડી જાય છે

દેશમાં કોરોનાનો પ્રથમ કેસ બહાર આવ્યાને આજે દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તા આ બિમારીમાંથી સાજા થયા બાદ તેના લીધે શરીરમાં ઉભી થતી અન્ય તકલીફો વિશે સતત સંશોધન કરી રહ્યાં છે. એક નવા રિપોર્ટ અનુસાર કોવિડ સંક્રમણ (Covid-19)માંથી સાજા થયા બાદ દર્દીના ગોલબ્લેડરમાં ગૈંગરીન (Gallbladder Gangrene)જેવી સમસ્યા ઉભી થઈ રહી હોવાના કેસ બહાર આવ્યા છે.

અહેવાલો અનુસાર દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં (Sir Gangaram Hospital) કોવિડ-19 (Covid-19) બાદ ગેંગરીનના 5 દર્દી નોંધાયા છે. આ દર્દીઓને કોરોનાથી સારા થયા બાદ ગેંગરીનની (Gangrene) સમસ્યા થઈ છે. સારવાર દરમિયાન તબીબોએ તમામ દર્દીઓના મૂત્રાશય હટાવી દેવા પડ્યા છે. કારણ કે કોરોના બાદ ગૈંગરીન ખૂબ જ જોખમી સાબિત થઈ રહી છે. ખરેખર તો ગૉલબ્લેડર ગેંગરીન શું છે તે જાણી લેવું જોઈએ.

શું છે ગૉલબ્લેડર ગેંગરીન?

પિત્તાશયની કોથળીમાં સોજો કોરોનાના દર્દીઓ માટે ગેંગરીન થવાનું એક મહત્ત્વનું કારણ બની રહ્યું છે. જે લોકો પથરીના દર્દથી પીડાઈ રહ્યાં નથી તેઓની પિત્તાશયની કોથળીમાં પણ સોજો જોવા મળી રહ્યો છે. જે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે અથવા HIV થી લાંબા સમયથી પીડાઈ રહ્યાં છે કે પછી જે દર્દીઓ લાંબા સમયથી IV ના માધ્યમથી પોષણ મેળવી રહ્યાં છે. ઘણો સમયથી ઉપવાસ કરે છે અથવા ઘણા સમયથી ICUમાં દાખલ છે અથવા ગંભીર ઈજા થઈ છે. જોકે, સર ગંગારામ હોસ્પિટલમાં જે દર્દીઓ જણાયા તે તમામને ઉપરોક્ત કોઈ લક્ષણો દેખાયા નથી. તેથી આ લક્ષણો હોય તેને જ કોરોના બાદ ગેંગરીન થાય તે આવશ્યક નથી. પાંચેય દર્દીઓમાં એક વાત સમાન હતી કે તેઓ બે મહિના પહેલાં જ કોવિડ-19ની (Covid-19) બિમારીમાંથી સાજા થયા હતા.

પિત્તની પથરી નહીં હોય તેવા કેસમાં મૃત્યુદર વધુ

કોરોના બાદ ગેંગરીન થયા હોય તેવા કિસ્સામાં મૃત્યુદર 30થી 60 ટકા સુધી છે. તબીબો અનુસાર દર્દી ગેંગરીનથી મૃત્યુ પામતા નથી, પરંતુ તેઓ પહેલાંથી જ બહુ કમજોર હોવાના લીધે મૃત્યુ પામી રહ્યાં છે. જે દર્દીઓના શરીરમાં પિત્તની પથરી નથી તેઓને મૃત્યુનું જોખમ એ લોકોથી વધુ છે જેઓને પિત્તની પથરી છે.

કોરોના બાદ આ કારણોસર ગેંગરીનનું જોખમ વધે છે

તબીબો અનુસાર કોવિડ-2 વાયરસના લીધે દર્દીના શરીરમાં ખાસ કરીને પિત્તાશયમાં થયેલા સોજાના લીધે ગેંગરીનનું જોખમ વધે છે. કોવિડ-19 (Covid-19) સંક્રમણ મુખ્યત્વે ફેંફસાને નુકસાન કરે છે. જેમાં ACE2 રિસેપ્ટર્સની સંખ્યા વધારે હોય છે. જે વાયરસ હ્યુમન સેલ્સને બાંધવામાં ઉપયોગી હોય છે.

ગેંગરીન ખૂબ જ ખતરનાક બિમારી, તેના લક્ષણો જાણો

ગેંગરીન એક ઘાતક બિમારી છે. ઓક્સીજનયુક્ત બ્લ્ડની ઉણપ સર્જાવાના લીધે શરીરમાં કોઈ ટીશ્યૂ ડેમેજ થઈ જાય ત્યારે બ્લડ સર્ક્યુલેશન અટકી જાય છે. જો દર્દીને ગંભીર ઈજા થઈ છે. બ્લડ વૈસેલ ડિસીઝ છે, ડાયાબિટીઝ છે અથવા રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ છે. દર્દીને તાવ, દુ:ખાવો, બ્લડપ્રેશર છે ત્યારે ગેંગરીન થઈ શકે છે. આ બિમારી શરીરના જે ભાગમાં થઈ હોય તે ભાગ કાળો અથવા હલકા લીલા રંગનો દેખાવા માંડે છે. થોડા સમય બાદ આ ભાગ થોડો ઓગળવા માંડે છે. નિષ્ણાતો અનુસાર શરીરના તે ભાગને સર્જરી કરી દૂર કરવો તે જ તેનો એકમાત્ર ઉપાય છે.

ડોક્ટર્સ આપે છે આ સલાહ

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર કોરોનાની બિમારીથી સાજા થયા બાદ જો દર્દીના પેટમાં દુ:ખાવો, ઉલ્ટી થવી, ભૂખ નહીં લાગવી જેવા લક્ષણો દેખાય તો તે દર્દીએ તરત જ ડોક્ટર્સની સલાહ અનુસાર સારવાર શરૂ કરી દેવી જોઈએ. સામાન્ય રીતે ડાયાબિટીઝ, HIV, વેસ્ક્યૂલર ડિસીઝ અને સેપ્સિસના દર્દી તથા લાંબા સમય સુધી ભૂખા રહેનારાઓને ગેંગરીન બિમારી થતી હોવાનું જોવા મળે છે. નિષ્ણાત ડોક્ટર્સના મતે કોવિડ-19ની (Covid-19) હિસ્ટ્રી ધરાવતા દર્દીઓના ડાબી તરફ પેટના ઉપરના ભાગમાં દર્દ રહેતો હોય તો તેમની પિત્તાશયની કોથળીમાં સોજો હોવાની આશંકા છે. કોરોનાથી સારા થયા બાદ ઓછામાં ઓછા 3થી 6 મહિના સુધી આ તકલીફ રહે તો લક્ષણોને અવગણવા જોઈએ નહીં. તરત જ તબીબોનો સંપર્ક કરવો જોઈએ.

Most Popular

To Top