હવે અભિનેત્રીઓ ડિમાંડ કરતી થઇ છે. હીરો કેન્દ્રી ફિલ્મોમાં તેમનું સ્થાન રોમાન્સ પ્લસ થોડા દૃશ્યો પૂરતું હોય છે. હવે એવું આજની અભિનેત્રી હંમેશ પસંદ નથી કરતી. પણ બધી નહીં. ઘણી હજુ એવી છે જેમને હીરો કેન્દ્રી ફિલ્મોમાં કામ કરવામાં વાંધો નથી. તેમને એવું છે કે આવી ફિલ્મમાં પોતાના માથે સકસેસની જવાબારી ઓછી હોય છે. આવી અભિનેત્રીઓમાં એક છે દિશા પટની. કોઇ કહેશે તેનામાં અભિનેત્રી તરીકેનો વિશ્વાસ ઓછો છે અને પોતાની બ્યુટી અને ગ્લેમર પર વધારે વિશ્વાસ છે. દિશા આવી દલીલો વિશે શું નથી બોલતી. સકસેસ પહેલી વાત ને પછી બીજી વાત. તેણે શરૂથી અત્યાર સુધી એવી જ ફિલ્મોમાં કામ કર્યું છે ને નામ મેળવ્યું છે.
અત્યાર સુધી તેના બે જ હીરો મુખ્ય રહ્યા છે. ટાઇગર શ્રોફ અને સલમાન ખાન. પણ હવે તે બીજા હીરો સાથે પણ કામ મેળવવા માંડી છે. હમણાં રજૂ થનારી ‘એક વિલન રિટન્સ’માં તે જહોન અબ્રાહમ અને અર્જૂન કપૂર સાથે છે. ‘યોધ્ધા’માં સિધ્ધાર્થ મલ્હોત્રા, ‘પ્રોજેકટ કે’માં અમિતાભ અને પ્રભાસ છે. તો ‘કેટીના’માં વિજય રાઝ છે. આ ફિલ્મના કેન્દ્રમાં દિશા છે અને તેમાં તેને અંધશ્રધ્ધામાં માનતી બતાવી છે અને તે શીર્ષકમાં પણ સૂચવાય છે. તે કહે છે કે ‘કે’ ઇસ લીયે લગાયા તાકી જો ભી પ્રોબ્લેમ ઇસ ફિલ્મસે જૂડા હોગા, ખુદ સોલ્વ હો જાયેગા! આ ફિલ્મમાં તે ચંડીગઢની યુવતી બની છે.
દિશાની ‘રાધે’ ગયા વર્ષે આવેલી પણ તેમાં તેણે ખાસ મેળવ્યું નહોતું પણ આ વર્ષના બાકીના મહિનામાં તેની ‘એક વિલન રિટર્ન્સ’ ઉપરાંત પણ ફિલ્મ આવશે. પોતે ચર્ચામાંથી ગાયબ રહેતી હોય એવું તો કોને મંજૂર હોય? એટલે જ તો હમણાં ઇન્સ્ટાગ્રામ પર તે એકદમ ગ્લેમરસ લુકમાં આવી હતી. આ બધું ફિલ્મના પ્રમોશન માટે પણ છે ને પોતાની ઇમેજના પ્રમોશન માટે પણ. બરેલી, ઉત્તર પ્રદેશની દિશાના પિતા પોલીસ ઓફીસર તો તેની બહેન ભારતીય લશ્કરમાં લફટનંટ છે એટલે તે પણ લડાયક મિજાજની છે પણ કારકિર્દી બાબતે. ટાઇગર સાથેના સંબંધ વિશે તે જાહેરમાં કયારેય કશું બોલતી નથી. ટાઇગરનો ય જો કે એજ સ્વભાવ છે પણ હા, તેઓ ડિનર ડેટ્સ પર, ફેમિલી આઉટીંગ પર કે સાથે વેકેશન પર જરૂર જાય છે. પણ તેઓ લગ્ન વિશે વાત નથી કરતા. •