National

અયોધ્યામાં દીપોત્સવઃ 32 ઘાટ પર આટલા લાખ દીવા પ્રગટાવી નવો રેકોર્ડ બનાવાશે, દુનિયા આખી અયોધ્યાની દિવાળી નિહારશે..

આજે લંકા પર વિજય બાદ ભગવાન રામના (Lord Ram) વનવાસના અંત પછી અયોધ્યા (Ayodhya) પરત ફરવાની ઉજવણી કરવા માટે રામનગરી અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે. અહીં રામ કી પૌડી ખાતે આયોજિત ભવ્ય દિવાળી (Diwali) ઉત્સવમાં 12 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. 36,000 લિટર તેલનો ઉપયોગ કરવામાં આવશે. 12 હજાર સ્વયંસેવકો આજે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવશે, જેને દુનિયાના દરેક ખૂણેથી લોકો જોશે.  દીવડા ઓછામાં ઓછા 5 મિનીટ સુધી સળગતા રહે તેની ચોક્સાઈ રાખવામાં આવી રહી છે જેથી વર્લ્ડરેકોર્ડ બનાવી શકાય.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) રાજ્યની સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વર્ષમાં એટલે કે 2017માં જ દીપોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી. તે વર્ષે લગભગ 1.80 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. 2018માં સંખ્યા વધીને 3,01,152 થઈ ગઈ. તેવી જ રીતે, 2019 માં પણ સંખ્યામાં વધારો થયો અને 5.50 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. 2020માં 5.51 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા અને આ વર્ષે 12 લાખ દીવાઓ સાથે તમામ જૂના રેકોર્ડ તોડવાના છે. 

અયોધ્યાએ પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ (World Record) તોડવા અને 7.50 લાખ દીવડાઓ પ્રગટાવીને નવો રેકોર્ડ બનાવવાની તૈયારી કરી લીધી છે. આ કાર્ય માટે અવધ યુનિવર્સિટીની (Awadh University) સમગ્ર ટીમ છેલ્લા બે દિવસથી મહેનત કરી રહી છે. આ મહેનતના પરિણામે મંગળવારે રામ પૌડીના 32 ઘાટમાં નિયત સંખ્યામાં 9 લાખ દીવા પહોંચાડવાનો લક્ષ્યાંક પૂરો થયો છે. બુધવારે હનુમાન જયંતિ નિમિત્તે દીપોત્સવનો મુખ્ય તહેવાર ઉજવાશે. આ દીપોત્સવના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી. આ પ્રસંગે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત કેન્યા, વિયેતનામ અને ત્રિનિદાદ-તુબાગોના રાજદ્વારીઓ પણ ઉપસ્થિત રહેશે.

ડ્રોનથી દીવડાઓની ગણતરી કરાઈ રહી છે

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના ટાઈમ કન્સલટન્ટ નિશ્લ ભનોટે જણાવ્યું હતું કે રેકોર્ડ માટે દરેક દીવો ઓછામાં ઓછો 5 મિનિટ એકસરખો પ્રગટવો જોઈએ. એક ડ્રોન દ્વારા અમે દીવાઓની ગણતરી કરીએ છીએ. બીજું ડ્રોન અમને દીવાના પ્રગટવા અને ન પ્રગટવા અંગે માહિતી આપે છે.

અવધ યુનિવર્સિટીના 12,000 સ્વયંસેવકો બે દિવસથી મહેનત કરી રહ્યાં છે

અવધ યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશને 12,000 સ્વયંસેવકોની મદદથી, ઘાટ સંયોજક અને પ્રભારીના માર્ગદર્શન હેઠળ મંગળવારે બીજા દિવસે નિશ્ચિત પેટર્ન પર ડાયા નાખવાનું કામ પૂર્ણ કર્યું. આ દીવાઓમાં તેલ રેડવાની અને સળગાવવાની કામગીરી બુધવારે જ કરવામાં આવશે. આ વર્ષના દીપોત્સવમાં 32 ઘાટ પર આશરે 200 જેટલા સંયોજકો, 32 નિરીક્ષકો અને 32 ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી છે. દરેક સ્વયંસેવકને દીપોત્સવમાં લગભગ 75 દીવાઓ પ્રગટાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ઘાટ પર સ્વયંસેવકો સવારે નવ વાગ્યાથી તેમના ઘાટ પર તૈયાર થઈ ગયા હતા અને ચોક્કસ પેટર્ન પર દીવાઓ પ્રગટાવવાનું કામ શરૂ કર્યું હતું.

પ્રત્યેક ઘાટ પર અલગ થીમ પર દીપોત્સવ

રામ પૈડીના ઘાટ નંબર બે ખાતે આઝાદીના અમૃત ઉત્સવની પેટર્ન આપવામાં આવી હતી. ઘાટ નંબર ત્રણ અને ચાર પર કેવટ અને રામ-રાવણ યુદ્ધની પેટર્ન બનાવવામાં આવી છે, ઘાટ નંબર પાંચ અને છ પર રામભક્ત હનુમાન અને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવામાં આવ્યા છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. રવિશંકર સિંહે દીપોત્સવના અધિકારીઓને તહેવારને ભવ્ય બનાવવા માટે કોવિડ પ્રોટોકોલ સાથેની સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા સૂચના આપી હતી. સ્વયંસેવકોને આવવા-જવામાં કોઈ તકલીફ ન પડે તે માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. નિયત સમયે યુનિવર્સિટીમાંથી રામ કી પૈડી ખાતે બસને ફ્લેગ ઓફ કરવામાં આવશે. તમામ સ્વયંસેવકોને કોવિડ-19ના નિયમોથી વાકેફ કરવામાં આવ્યા છે. નોડલ ઓફિસર પ્રો. શૈલેન્દ્ર વર્માએ જણાવ્યું કે સ્વયંસેવકો ઓળખ કાર્ડ સાથે સુરક્ષાનું ધ્યાન રાખશે.

Most Popular

To Top