ડોપિંગ નિયમોના ભંગને કારણે 21 મહિનાના સસ્પેન્શન બાદ સ્પર્ધાત્મક જિમ્નેસ્ટિક્સમાં પાછા ફરવા અંગે સાવચેતીભર્યો અભિગમ અપનાવવા છતાં મંગળવારે અહીં કલિંગા સ્ટેડિયમમાં દીપા કર્માકરે એશિયન ગેમ્સની પસંદગી ટ્રાયલ્સમાં વ્યક્તિગત સર્વાંગી સ્પર્ધામાં મહત્તમ પોઈન્ટ મેળવીને્ નંબર વન મહિલા જિમ્નાસ્ટ તરીકે ઉભરી આવી હતી. થોડા વર્ષો પહેલા ઘૂંટણની શસ્ત્રક્રિયા કરાવનારી દીપાએ તેના જમણા ઘૂંટણની આસપાસ ટેપ લગાવીને તાલીમ લીધી હતી, તેણે વૉલ્ટ, અસમાન બાર, બીમ અને ફ્લોર એક્સરસાઇઝમાં ઉચ્ચ મુશ્કેલીનો સ્કોર કરવાનું ટાળીને કુલ 47.05 પોઇન્ટ એકત્ર કર્યા હતા. દીપા તેના નજીકના સ્પર્ધક અને 45.80 પોઇન્ટ મેળવનારી પ્રણતિ દાસ કરતા આરામથી આગળ રહી હતી.
દીપાના કોચ બિશ્વેશ્વર નંદી અને તેની પત્ની સોમા નંદી, કે જેઓ દીપાના પ્રથમ કોચ છે, તેમના શિષ્યની ફિટનેસ અંગે ચિંતિત હતા, પરંતુ જ્યારે તેણે તિસુકાહારા 360 ટેકનીકને વોલ્ટીંગ ટેબલ પર કોઈપણ સમસ્યા વિના દાખવી ત્યારે તેમણે રાહતનો શ્વાસ લીધો. તે પછી દીપાએ બાકીની દિનચર્યા પૂર્ણ કરી હતી. દીપાએ અહીં એવું કહ્યું હતું કે પુનરાગમન કરવા માટે હું દરેક વિષમ પરિસ્થિતિ સાથે લડી છું. મારા માટે આ એક મોટું પુનરાગમન છે. મારા માટે, ભલે મારું પ્રદર્શન આ 100 ટકા નહોતું પણ તે છતાં તે ઠીક હતું. પરંતુ હું ભવિષ્યમાં મારું 100 ટકા આપવાનો પ્રયત્ન કરીશ. મારા નબળા તબક્કા દરમિયાન મને સમર્થન આપનાર તમામનો હું આભાર માનું છું.
નંદીએ કહ્યું કે તેઓ આજે કોઈ જોખમ લેવા માંગતા નથી કારણ કે તેણે નોંધપાત્ર માર્જીન સાથે વાપસી કરી છે અને આવતીકાલે તેના વ્યક્તિગત ટૂલ વોલ્ટ માટે જવાનું તે થોડું જોખમ લેશે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેની તાલિમ કેવી ચાલી રહી છે તે અંગે નાંદીએ જણાવ્યું હતું કે હું તેને દરરોજ પાંચ કલાકની ટ્રેનિંગ આપું છું.
તેના જમણા ઘૂંટણની ઇજાને ધ્યાને લેતા હું તેના પર વધુ પ્રેશર લાવતો નથીજો કેમ્પનું આયોજન થશે તો તેનામાં ચોક્કસ ઘણો સુધારો આવી શકે છે. નાંદીએ દીપા અંગે કહ્યું હતું કે તે લાંબા સમયથી સ્પર્ધાઓમાં ભાગ લેતી રહી હોવાથી તેનામાં ખુબ જ આત્મવિશ્વાસ હતો. જો કે અમને બંનેને તેના જમણા ઘૂંટણમાં દુખાવો થયો ત્યારે થોડી ચિંતા થઇ હતી. પરંતુ તેણે સ્પર્ધાના સમયે પોતાના ડર અને ચિંતાઓને કોરાણે મૂકીને પોતાનું શ્રેષ્ઠ આપ્યું હતું.