આણંદ : ખેડા જિલ્લાને એજ્યુકેશન હબ કે શિક્ષણનગરી તરીકે વારંવાર ઉપમા આપવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વરસોથી શિક્ષણ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના પગલે વ્યવસ્થા સંપૂર્ણ ખાડે ગઇ છે. શિક્ષણ બાદ હવે ભૌતિક સુવિધા પણ દિવસે દિવસે જર્જરીત થઇ રહી છે. હાલમાં કલેક્ટરની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગે રજુ કરેલા ચિતારમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે. જેમાં 27 શાળા સંપૂર્ણ જર્જરિત થઇ ગઇ છે, તેમાં કેટલીક શાળામાં જર્જરિત ઓરડા હોવા છતાં અભ્યાસ ચાલી રહ્યો છે. આ ઉપરાંત જિલ્લામાં એક હજાર જેટલા ઓરડા જર્જરિત થઇ ગયાં છે.
ખેડા જિલ્લામાં દિવસે દિવસે શિક્ષણ વિભાગ કથળી રહ્યું છે. ખેડા જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જર્જરિત શાળા અને ઓરડાના નવીનીકરણ માટે દરખાસ્તો માત્ર કાગળ પર રહી છે. જેમાં 19મી ઓગષ્ટ,20માં શિક્ષણ વિભાગે રાજ્ય સરકારમાં મોકલેલી દરખાસ્તમાં જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં શિક્ષણ સમિતિ સંચાલિત કુલ 1352 શાળા અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત કુલ 22 શાળાઓ એમ કુલ 1374 શાળાઓ કાર્યરત હાલતમાં છે. આ તમામ શાળાઓમાં ઘટતા ઓરડા અને ભૌતિક સુવિધાઓ અંગે જિલ્લામાં પદાધિકારીઓ, શાળાકક્ષા દ્વારા વારંવાર ઘટતી સુવિધા પૂર્ણ કરવા બાબતે રજુઆતો મળતી હોય છે.
આ બાબતે જિલ્લામાં ઘટતા હયાત કલાસરૂમ, જર્જરિત રૂમ અને ઘટતા કલાસરૂમના સર્વેની કામગીરી ટીઆરપી પાસે, જિલ્લા પ્રોજેક્ટ ઇજનેરની દેખરેખ હેઠળ અભિયાન સ્વરૂપે કરાવવામાં આવી છે અને તે ઉપરથી ઘટતા કલાસરૂમની માહિતી તૈયાર કરવામાં આવી છે. આ તમામ કાર્યવાહીના અંતે જિલ્લામાં કુલ 1374 શાળાઓ પૈકી 302 શાળાઓમાં કુલ 853 ઓરડાની ઘટ ઉભી થઇ છે. જોકે, 20મી જુલાઇ, 2021ના રોજ કરેલી દરખાસ્તમાં ઓરડાની સંખ્યા વધીને 936 સુધી પહોંચી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં મોટા ભાગની 1950થી 1970ના વર્ષોમાં બનેલી છે. આ શાળાઓને રીપેરીંગ કરી કાર્યરત રાખવામાં આવી છે. પરંતુ હવે તે ખૂબ જ જર્જરિત થઇ રહી છે. હાલ 2022 સુધીમાં ઓરડાની સંખ્યા 1072 સુધી પહોંચી ગઇ છે. જેના કારણે બાળકોની સલામતી જોખમાતી જઇ રહી છે.
નવા ઓરડા મંજુર ન થાય ત્યાં સુધી જુના ન પાડવાની સુચનાથી દિવસે દિવસે સ્થિતિ વણસી
વિદ્યાર્થીઓને બેસાડવા માટે કલાસરૂમોની વ્યવસ્થા અંગેની ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં શૂન્ય રૂમવાળી શાળા કે જેમાં રૂમો બિલકુલ પડી ગયા છે અથવા બિલકુલ બિસ્માર હાલતમાં ઉભા છે. પરંતુ નવા રૂમો મંજુર ન થાય ત્યાં સુધી રૂમો નહીં પાડવાની સુચના હોવાથી ઉભા છે. તેવી 27 શાળાનો સમાવેશ થાય છે.
સરકારમાં બે વરસથી કરેલી દરખાસ્તોમાંથી મોટા ભાગની પેન્ડીંગ
ખેડા જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જર્જરિત થઇ ગયેલા ઓરડાઓ ડિમોલેશન કરી નવા ઓરડા બનાવવા અંગેની દરખાસ્ત રાજ્ય સરકારમાં છેલ્લા બે વર્ષથી કરવામાં આવી છે. આ ગાળામાં કુલ છ વખત દરખાસ્ત કરવા છતાં કોઇ પગલાં ભરાયાં નથી.
શિક્ષણ વિભાગે અકસ્માત થવાનો ભય વ્યક્ત કર્યો
ખેડા જિલ્લા શિક્ષણ સમિતિએ 23મી ડિસેમ્બર,21ના રોજ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરને મોકેલીલ દરખાસ્તમાં જણાવ્યુ હતું કે, તાઉતે વાવાઝોડાથી જિલ્લાની 87 સરકારી પ્રાથમિક શાળાને નુકશાન થયું છે. આ શાળાઓ પૈકી ઓછી માત્રાનું નુકશાન પામેલી શાળાઓમાં સમગ્ર શિક્ષા યોજનાની શાળા કમ્પોઝીટ ગ્રાન્ટમાંથી કરી દેવા આચાર્યને સુચના આપી હતી. પરંતુ જે શાળાઓમાં મોટું નુકશાન થયું છે, તેવી શાળાઓ કમ્પોઝીટ ગ્રાન્ટમાંથી રીપેરીંગ કે નવી થઇ શકે તેમ નથી. આથી, શાળા ધરાશાય થવાથી અકસ્માત થવાની સંભાવના છે, હાલમાં કરવામાં આવેલી વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થા લાંબો સમય ચાલી શકે તેમ નથી.
તાલુકાે શાળાનું નામ વ્યવસ્થા
વસાે ધાેબીકુઈ પ્રા.શાળા શાળાની બાજુમાં આવેલ પ્રાઈવેટ
પાર્ટીના ગાેડાઉનમાં વિદ્યાર્થીઆેને
બેસાડી વિદ્યાભ્યાસ માટેની
વ્યકલ્પિક વ્યવસ્થા.
ગળતેશ્વર અંબાવ પ્રા.શાળા શાળાના જર્જરિત આેરડા પૈકી તાત્કાલિક પડી ના જાય તેવા આેરડા વિદ્યાભ્યાસ માટે વાપરે છે
ગળતેશ્વર વેલાના મુવાડા શાળાના 3 જર્જરિત આેરડા પૈકી પ્રા. શાળા બે થાેડા સારા આેરડાની આેસરીમાં વિદ્યાર્થીને વિદ્યાભ્યાસ માટેની વ્યકલ્પિક વ્યવસ્થા મહેમદાવાદ િનઝામપુરા બચુમિયા નિજામમિયાં મલેકના
પ્રા. શાળા ખાનગી મકાનમાં વિદ્યાભ્યાસ માટેની વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
નડિયાદ માઘરાેલી પ્રા. માંઘરાેલી શાળા તમામ જર્જરિત શાળા આેરડા પૈકી છ તાત્કાલિક પડી ના જાય તેવા આેરડા િવદ્યાભ્યાસ માટે વાપરે છે શાળાને પાળી પદ્ધતિ કરવા મંજુરી આપવામાં આવેલ છે.
નડિયાદ નગર પ્રા.શાળા પાળી પદ્ધતિથી હંગામી શાળા નં. 8 નં.19માં બેસે છે.
નડિયાદ કૃષ્ણનગર શાળા પટાંગણમાં રહેલ મંદિરના પ્રા. શાળા આેટલા ઉપર વિદ્યાભ્યાસ માટેની વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે. કપડવંજ ઝંડા પ્રા. શાળા શાળાના જર્જરીત આેરડા પૈકી તાત્કાલિક પડી ના જાય તેવા આેરડા વિદ્યાભ્યાસ માટે વાપરે છે.
કપડવંજ કાશીપુરા પ્રા. શાળા કાશીપુરા શાળાના આંગણવાડીમાં
ધાે. 1 અને 2, દૂધ મંડળીના મકાનમાં ધાે.3 અને 4 શિવાલય મંદિર ધર્મશાળા ધાેરણ 5 અને 6
તથા શાળાની બાજુમાં આવેલ પ્રાઈવેટ મકાનમાં ધાેરણ 7 અને 8ને બેસાડી િવદ્યાભ્યાસ માટેની વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
કપડવંજ શામલિયા શાળાના જર્જરિત આેરડા પૈકી પ્રા. શાળા તાત્કાલિક પડી ના જાય તેવા આેરડા વિદ્યાભ્યાસ માટે વાપરે છે.
કપડવંજ દાજીબારિયાના શાળાના જર્જરિત આેરડા પૈકી મુવાડા પ્રા. શાળા તાત્કાલિક પડી ના જાય તેવા આેરડા વિદ્યાભ્યાસ માટે વાપરે છે.
કપડવંજ િપરાેજપુરા શાળા પટાંગણમાં રહેલ મંદિરના પ્રા. શાળા આેટલા ઉપર વિદ્યાભ્યાસ માટેની વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ખેડા મલારપુરા શાળાના જર્જરીત આેરડા પૈકી પ્રા. શાળા તાત્કાલિક પડી ના જાય તેવા આેરડા વિદ્યાભ્યાસ માટે વાપરે છે.
ખેડા ભાલૈયાપુરા સ્વામિનારાયણ ભગવાનના પ્રા.શાળા મંદિરના આેટલા ઉપર વિદ્યાભ્યાસ માટેની વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ખેડા ડાેડપુરા પ્રા.શાળા શાળાના જર્જરીત આેરડા પૈકી તાત્કાલિક પડી ના જાય તેવા આેરડા વિદ્યાભ્યાસ માટે વાપરે છે.
માતર માતર બ્રાન્ચ શાળાની નજીક રહેલ મદરેસામાં (ઉર્દુ) પ્રા. શાળા વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
માતર ભાથાપુરા શાળા પટાંગણમાં રહેલ મંદિરના પ્રા. શાળા આેટલા ઉપર િવદ્યાભ્યાસ માટેની વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
માતર વણસર પ્રા. શાળા વણસર શાળામાં રહેલ 1 આેરડામાં અને પટેલ સમાજ વાડીમાં વિદ્યાભ્યાસ માટેની વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ઠાસરા હીંમતનગર શાળા પટાંગણમાં રહેલ મંદિરના લાટ પ્રા. શાળા આેટલા ઉપર વિદ્યાભ્યાસ માટેની વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
મહુધા ખાેડિયારપુરા શાળાના િવદ્યાર્થીઆેને પ્રા. શાળા આંગણવાડીમાં વિદ્યાભ્યાસ માટેની વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
મહુધા ઉમેદપુરા પ્રા.શાળા શાળાના જર્જરિત આેરડા પૈકી તાત્કાલિક પડી ના જાય તેવા આેરડા વિદ્યાભ્યાસમાં વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
મહુધા મહુધા ઉર્દુ પ્રા.શાળા શાળાના જર્જરિત આેરડા પૈકી તાત્કાલિક પડી ના જાય તેવા આેરડા વિદ્યાભ્યાસમાં વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
મહુધા સરદારપુરા શાળાના જર્જરિત આેરડા પૈકી પ્રા. શાળા તાત્કાલિક પડી ના જાય તેવા આેરડા વિદ્યાભ્યાસમાં વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
કઠલાલ ખલાલ પ્રા. શાળા શાળાના જર્જરિત આેરડા પૈકી તાત્કાલિક પડી ન જાય તેવા આેરડા વિદ્યાભ્યાસમાં વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
કઠલાલ અશરીયાના મુવાડા શાળાના જર્જરિત આેરડા પૈકી પ્રા. શાળા તાત્કાલિક પડી ના જાય તેવા આેરડા િવદ્યાભ્યાસમાં વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
કઠલાલ લાખાજીના મુવાડા શાળાના જર્જરિત આેરડા પૈકી પ્રા. શાળા તાત્કાલિક પડી ના જાય તેવા આેરડા વિદ્યાભ્યાસમાં વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ગળતેશ્વર હડમતીયા શાળા અમદાવાદ ઈન્દાેર નેશનલ પ્રા. શાળા હાઈવે માં સંપાદન થવાથી અકસ્માત થાય તેવી પરિસ્થિતિ હાેય જર્જરિત આેરડા પૈકી તાત્કાલિક પડી ના જાય તેવા આેરડા વિદ્યાભ્યાસમાં વ્યકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.