પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રે ઉજવ્યો. ગુરુ જ્ઞાન પ્રદાન કરી વ્યકિતનું ચરિત્ર નિર્માણ કરે છે. તેથી ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ વધુ છે તેવું શાસ્ત્રોમાં કહ્યું છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્મા સાથે ગુરુનો મહિમા દર્શાવતો એક પ્રસંગ બન્યો હતો. એક વાર રાષ્ટ્રપતિ ઓમાન ગયા હતા. ઓમાનના રાજા કદાપિ કોઈ પણ રાષ્ટ્રના ગણમાન્ય વ્યકિતના સ્વાગત માટે એરપોર્ટ પર જતા નથી. શંકરદયાળ શર્માજી એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેના સ્વાગત માટે ત્યાંની કીંગ સુલતાન ક્યાબુસ એરમાં જઈ સીટ પર સ્વાગત કરી તેમને એરમાંથી નીચે લઈ આવ્યાં. એટલું જ નહીં પણ તેઓ કારમાં બેઠા પછી કાર ડ્રાઈવીંગ પણ તેમણે જાતે કર્યું. આ જોઈ ત્યાં બધા દંગ રહી ગયાં. ત્યાંના સંવાદદાતાએ આ અંગે સવાલ કર્યો ત્યારે કીંગ ક્વાબુસે કહ્યું હું ભારતના રાષ્ટ્રપતિ માટે પ્રોટોકોલ નથી તોડયો પણ હું પૂનામાં ભણતો હતો ત્યારે શર્માજી મારા પ્રોફેસર હતા. ત્યારે તેમણે મને જીવન જીવવા વિશેનું ઘણું જ્ઞાન આપ્યું છે. મેં મારા શિક્ષકનું સ્વાગત કર્યું છે. આ પ્રસંગ 1994 માં બન્યો હતો. આ છે શિક્ષકની સિધ્ધિ, મહત્તા, ગરિમા અને પૂજ્ય ભાવ.
સુરત – પ્રભા પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
શ્રાદ્ધની પરિકલ્પના બદલાઈ છે?
ભાદરવા મહિનામાં પૂનમથી લઈને અમાસ સુધી શ્રાદ્ધ ચાલે છે. એમાં શ્રદ્ધાનું મહત્ત્વ છે. બીજું કે શરદ ઋતુમાં શ્રાદ્ધ પક્ષ આવે છે તેથી પિત્તજન્ય રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે તેથી મધુર અને સ્નિગ્ધનો ગુણધર્મવાળો ખોરાક લેવાનું મહત્ત્વ છે. તેના માટે ખીર ઉત્તમ છે, પરંતુ સામાન્ય રીતે દૂધપાક બનાવાય છે. નવી વિચારધારા પ્રમાણે શ્રાદ્ધ મિત્ર પણ કરી શકે છે.શ્રાદ્ધ પિતૃઓની તૃપ્તિ માટે કરાય છે. પરંતુ આજે શ્રાદ્ધને પણ એક પ્રસંગના રૂપમાં બદલાવી દેવામાં આવ્યો છે અને કાગવાસ પૂરતી ખીર અને ભોજનમાં લાડુ,શ્રીખંડ, ખમણ વગેરે ઋતુને અનુરૂપ નથી તેવો ખોરાક (ખીર અને દૂધપાક સિવાયની મિઠાઈ)પીરસવામાં આવે છે. કાગડાઓ શ્રાદ્ધ પક્ષમાં વધુ દેખાય છે. આ સાથે ગાય અને બ્રહ્મ ભોજનનો પણ મહિમા છે.આજે દરેક વૃદ્ધોને એવું લાગે છે કે જીવતાં તેઓ સચવાતાં નથી અને પિતૃઓનાં શ્રાદ્ધનો દેખાડો વધી જાય છે. તો પેઢી દર પેઢી દરેકે પોતાની જાતને આ પ્રશ્ન પૂછી સ્વમૂલ્યાંકનનો વિષય બની જાય છે.
સુરત – વૈશાલી શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે