યુવા વર્ગ અને બાળકો માટે લાભદાયી અનોખી સ્પર્ધા. જૈન સમુદાયે આ સરસ મજાનો પ્રયોગ અજમાવ્યો છે. એમણે એક સ્પર્ધા 23 જુલાઇએ શરૂ કરી છે અને 10 સપ્ટેમ્બરે આનું પરિણામ જાહેર થવાનું છે. આના માટે ઘણા સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે વ્યકિત સવારના 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી મોબાઇલ કે લેપટોપનો બિલકુલ ઉપયોગ ન કરે તેને 12 અંક મળશે. અને જે વ્યકિત રાતના 9 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધી મોબાઇલ કે લેપટોપનો જરા પણ ઉપયોગ ન કરે તેને 9 અંક મળશે અને 10 સપ્ટેમ્બરે આ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવશે. એમાં જે વ્યકિત વિજેતા જાહેર થશે તેને ઝારખંડના સમેદ શિખરજીની તીર્થયાત્રા મફત કરવાની મળશે. છે ને અનોખી ડીજીટલ ઉપવાસ સ્પર્ધા! આના લીધે બાળકો જે મોબાઇલનો અતિશય ઉપયોગ કરીને આળસુ બની ગયાં છે, શારીરિક શ્રમથી વંચિત થઇ ગયા, તેમાં પણ ચોક્કસ સુધારો થશે. આવી અનોખી લાભદાયી સ્પર્ધાનું આયોજન કરવા બદલ જૈન સમુદાયને ખૂબ ખૂબ અભિનંદન.
સુરત – શીલા એસ. ભટ્ટ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.