Vadodara

વોર્ડ નં.11ના ટાગોર નગરમાં આવેલી પાલિકાની અનામત જગ્યા સોસાયટીએ જ પચાવી પાડી?

વડોદરા: વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 11 માં ટાગોર નગર વિસ્તારમાં ઉપર ગેરકાયદેસર રીતે કો.ઓ. સોસાયટી દ્વારા હોલ અને ઓફિસ ઉભી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ હોલ ભાડે આપી તેનું ભાડું સોસાયટીની તિજોરીમાં જતું હોવાનું જાણવા મળ્યું છે. જે આવક પાલિકાને થવી જોઈએ તે સોસાયટી કરી રહી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. મહાનગર પાલિકાની હદમાં પશ્ચિમ વિસ્તારમાં ઓ.પી.રોડ.પર સૈયદ વાસણા-અકોટા ટી.પી.સ્કીમ નં -૧૫ જેને સરકારના શહેરી વિકાસ ગાંધીનગર દ્વારા ફાયનલ નોટીફીકેશન નં GH/V/119 OF 1995/TPS-1294-1495 L તા – ૫-૧૦-૯૫ થી મંજુર કરવામાં આવેલ છે.

તેમા ફાયનલ પ્લોટ નં ૨૧ આશરે ૨૫,૦૦૦ ચો.ફુટ પર ગેરકાયદેસર કબ્જો હોવાનું જાણવા મળ્યું છે. જે વડોદરા મહાનગર પાલિકા ની માલિકીનો વાણીજ્ય વેચાણ માટેનો અનામત પ્લોટ રાખવામાં આવેલ છે. આ પ્લોટની માલિકી તા- ૫-૧૦-૯૫ થી વડોદરા મહાનગરપાલિકાની છે. તેમજ વડોદરા મહાનગરમા માલિકીના ટી.પી.ના અનામત પ્લોટો ની દેખરેખની તેમજ જાળવણી ની જવાબદારી વહીવટી વોડૅ ના વોડૅ ઓફીસરની હોય છે. પરંતુ આ પ્લોટમાં છેલ્લાં ૨૫ વષૅથી ટાગોર નગર કો.ઓ.હા.સોસાયટીના પ્રમુખ,મંત્રી, સહમંત્રી દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ પ્લોટમાં ગેરકાયદેસર હોલનુ બાંધકામ વષૉથી કર્યું છે. અને ટાગોર નગર સોસાયટીના પ્રમુખ, મંત્રી, સહમંત્રી વડોદરા મહાનગરપાલિકાના માલિકીના પ્લોટને સોસાયટીના તેમજ વડોદરા ના રહીશોને ગેરકાયદેસર રીતે લગ્ન પ્રસંગે તેમજ બેસણાના પ્રસંગે તેમજ અન્ય કાર્યક્રમો માટે મોટી રકમ લઈ ને ભાડેથી આપે છે. અને વષૉથી સરકારી જમીનને ગેરકાયદેસર રીતે ભાડે થી આપી ને મોટો ભષ્ટાચાર કરતા હોવાનું ચર્ચાય છે. ત્યારે આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે અને આ મુદ્દે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે.
પાલિકા હેઠળ આવે છે કે કેમ તે અંગે મને ખ્યાલ નથી
અમોને આ અંગેની કોઈ પણ પ્રકારની જાણ નથી. આ પાલિકા હેઠળ આવે છે કે કેમ તે અંગે ખ્યાલ નથી તેની માહિતી જમીન મિલકત કોમર્શિયલ વિભાગ અથવા તો ટાઉન પ્લાનિંગ વિભાગમાંથી જ મળી શકશે.
– મહેશ પટેલ, વોર્ડ ઓફિસર, વોર્ડ નં-11

Most Popular

To Top