World

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ખરેખર હાર્ટ એટેક આવ્યો? શું છે સચ્ચાઈ?

નવી દિલ્હી) રશિયાના (Russia) રાષ્ટ્રપતિ (President) વ્લાદિમીર પુતિનને (Vladimir Putin) હાર્ટ એટેક (HeartAttack) આવ્યો હોવાના અહેવાલ જાણવા મળ્યા છે. ક્રેમલિનના એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી એક પોસ્ટ બાદ આ અંગે ચર્ચા ઉઠી છે. હજુ સુધી રશિયન ગર્વમેન્ટ તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી. જણાવી દઈએ કે અગાઉ પણ પુતિનની બિમારી અંગે અનેક પ્રકારની અફવાઓ ઉઠતી રહી છે.

ક્રેમલિનની અંદરના એક વ્યક્તિ દ્વારા કરાયેલી પોસ્ટમાં દાવો કરાયો છે કે પુતિનના બોડી ગાર્ડે પુતિનને તેમના રૂમના ફ્લોર પર પડેલા જોયા હતા. જોકે, તેમની તરત જ સારવાર શરૂ કરાઈ હતી, ત્યાર બાદ તેમની તબિયતમાં સુધારો છે.

રશિયન મીડિયામાં એવો દાવો કરાયો હતો કે પુતિનને રવિવારે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો. દાવો એવો હતો કે પુતિન તેની હોટલના રૂમમાં બેડ પરથી ફર્શ પર પડ્યા હતા. તેમને ઈજા પણ થઈ હતી અને તેમના નાક પર ગંભીર ઈજાઓ જોવા મળી હતી. દાવો એવો હતો કે પુતિન લોહીથી લથપથ હતા.  એક ચેનલે દાવો કર્યો હતો કે સુરક્ષાકર્મીઓએ ડોક્ટરોની ટીમને પણ બોલાવી હતી. ડૉક્ટરોએ તેમને CPR આપ્યું અને પછી રાષ્ટ્રપતિને હોશ આવી ગયો. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

હાર્ટએટેકના સમાચાર અફવા હોવાની વાત
રશિયન સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સોમવારે 71 વર્ષીય વ્લાદિમીર પુતિન આખો દિવસ ક્રેમલિનમાં પોતાની સત્તાવાર ફરજો નિભાવતા રહ્યા. પુતિને ગઈકાલે સાંજે બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે પણ ફોન પર વાત કરી હતી. રાષ્ટ્રપતિ પુતિન રશિયાના એક વિસ્તારના ગવર્નરને પણ મળ્યા હતા. પુતિનના હાર્ટ એટેકના સમાચાર નકલી હોવાનું રશિયન સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Most Popular

To Top