SURAT

આતુરતાનો અંત આવ્યો, વિશ્વનું સૌથી મોટું સુરત ડાયમંડ બુર્સ ધમધમતું થયું

સુરત(Surat) : દશેરાના (Dusshera) શુભ દિવસે સુરત ડાયમંડ બુર્સમાં (SuratDiamondBurse) 983 ઓફિસોમાં કુંભ ઘડાની સ્થાપના કરાયા બાદ 21મી નવેમ્બરને મંગળવારને આજના શુભ દિવસથી 135 વેપારીઓ વિધિવત રીતે સુરત ડાયમંડ બુર્સમાં હીરાના વેપારના શ્રીગણેશ કર્યા છે.

સુરત ડ્રિમ સિટી ખાતે સાકાર થયેલું સુરત ડાયમંડ બુર્સ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. વિશ્વના હીરા વેપારીઓની સુરત ડાયમંડ બુર્સ પર નજર છે. ત્યારે હવે સુરત ડાયમંડ બુર્સમાં વિવિધત રીતે વેપારની શરૂઆત કરી છે. ભવ્યાતિભવ્ય રીતે તૈયાર કરવામાં આવેલા આ આઈકોનિક સુરત ડાયમંડ બુર્સમાં 21મી નવેમ્બરથી 135 હીરા વેપારીઓ દ્વારા ડાયમંડના વેપારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.

હીરાના 26 વેપારીઓ મુંબઈથી કાયમી સુરતમાં શિફ્ટ થશે
135 વેપારીઓ પૈકી 26 ડાયમંડ વેપારીઓ મુંબઈથી સુરતમાં કાયમી શિફ્ટ થયા છે. આ વેપારીઓ મુંબઈમાં પોતાની ઓફિસો હંમેશને માટે બંધ કરી છે. તેઓ હવે તેમનો વેપાર સુરતથી સંચાલિત કરશે.

બુર્સમાં એસબીઆઈ બેન્કની શાખાનું ઉદ્દઘાટન કરાયું
સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થાય તે પહેલા 20મી નવેમ્બરના રોજ એસબીઆઈ દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેન્કનું ઉદ્દઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ બેન્ક શરૂ થવાના લીધે વેપારીઓ પોતાના આર્થિક વ્યવહારો સરળતાથી કરી શકશે.

વેપારીઓની આતુરતાનો અંત આવ્યો
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી, પ્રમુખ નાગજી સાકરિયા અને મિડિયા કમિટીના કન્વિનર દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, ‘સુરત ડાયમં બુર્સની શરૂઆત થવા થઈ રહી છે, હીરા સહિત અન્ય વેપાર સાથે જોડાયેલા લોકોમાં પણ સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, હવે લોકોની આતુરતાનો અંત આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે વિધિવત બુર્સનું ઉદ્દઘાટન કરશે
21મી નવેમ્બરને મંગળવારના રોજ સુરત ડાયમંડ બુર્સમાં વિધિવત રીતે વેપારની શરૂઆત થશે. ત્યાર બાદ 17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. દશેરાના દિવસે 983 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર બાદ છેલ્લાં 20 દિવસથી રોજ 20થી 25 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે.’

Most Popular

To Top