SURAT

સતત છેલ્લા 4 વર્ષ દરમિયાન સુરત હીરા બુર્સથી ડાયમંડના ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં ઉછાળો

સુરત: કસ્ટમ સુવિધાઓમાં આમુલ સુધારાઓ સાથે સુરત હીરા બુર્સથી છેલ્લાં ચાર વર્ષ દરમિયાન સતત ડાયમંડ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વધ્યો છે. નાણાકીય વર્ષ 2020-21માં કોવિડ-19 કોરોના સંક્રમણ પિક પર હોવા છતાં સુરત ડાયમંડ બુર્સ થકી ફેબ્રુઆરી સુધીમાં 56055.33 કરોડના રેકોર્ડ બ્રેક જથ્થામાં ડાયમંડ ઇમ્પોર્ટ થયા છે. જે નાણાકીય વર્ષ 2019-20ની સરખામણીએ 8000 કરોડના હીરા કોરોનાકાળમાં વધુ ઇમ્પોર્ટ થયા છે.

એવી જ રીતે સુરત હીરા બુર્સથી 2019-20માં 1638.35 કરોડના હીરા એક્સપોર્ટ થયા હતા. 2020-21માં પણ 8000 કરોડનો એક્સપોર્ટ વધીને 9693.84 કરોડ નોંધાયો છે. કોરોનાકાળમાં મુંબઇ એરપોર્ટ લાંબો સમય બંધ રહેતાં સુરતથી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ વધ્યો છે. જો કે, સુરતથી સતત 2017થી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વધી રહ્યો છે. તેનું એક કારણ કસ્ટમની સુવિધાઓ વધી છે. તેના લીધે પણ હીરા ઉદ્યોગકારો સુરતથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી રહ્યા છે. ઉપરાંત અગાઉ સુરતથી ડાયમંડ એક્સપોર્ટ કરવા માટે બેંક ગેરંટી ફરજિયાત આપવી પડતી હતી. પરંતુ જીજેઇપીસીની રજૂઆતને પગલે બેંક ગેરંટીની શરતો દૂર કરવામાં આવતાં સ્થાનિક હીરા ઉદ્યોગકારો ઘરઆંગણેની સુવિધાઓનો વધુ લાભ લઇ રહ્યા છે.

કોરોનાકાળમાં મુંબઈથી એક્સપોર્ટ અટવાતાં સુરતથી 4000 કરોડના હીરા એક્સપોર્ટ કરાયા હતા

કોરોનાકાળમાં મુંબઇમાં કોરોનાના કેસો વધતાં એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટો બંધ કરાતાં સુરતના હીરા ઉદ્યોગકારોના હજારો કરોડના હીરાનાં પાર્સલો અટવાઇ જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. એ સમયે વેપાર હિતને ધ્યાને રાખતાં સુરત કસ્ટમે સરાહનીય કામગીરી કરી હતી અને મુંબઇથી સુરત માટે સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા પાર્સલો મંગાવવાની મંજૂરી આપ્યા બાદ સુરતથી હોંગકોંગ હીરા એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. તેના લીધે પણ સુરતથી એક્સપોર્ટનો આંકડો વધ્યો છે.

કસ્ટમ સુવિધામાં વધારો અને ડાયમંડ બુર્સમાં ટ્રેડિંગ શરૂ થશે તો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ હજી વધશે
સુરતના હીરા ઉદ્યોગ માટે સારા સંકેતો દેખાઇ રહ્યા છે. સુરત હીરા બુર્સમાં કસ્ટમની સુવિધાઓ વધારવા સાથે જો ખજોદ ખાતેના ડાયમંડ બુર્સમાં ચાલુ વર્ષના અંત સુધીમાં હીરાનો વેપાર શરૂ થશે તો સુરતથી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ હજી વધશે. હીરા ઉદ્યોગનો વિકાસ થતાં રોજગારીનું સર્જન થશે.

સુરતથી આ રીતે છેલ્લાં ચાર વર્ષમાં એક્સપોર્ટ વધ્યો

નાણાકીય વર્ષ શિપમેન્ટ સંખ્યા રકમ(કરોડમાં)
2017-18 652 1161
2018-19 853 1019
2019-20 1516 1638
2020-21 4612 9693

સુરતથી છેલ્લાં ચાર વર્ષમાં ડાયમંડ ઇમ્પોર્ટ આ રીતે વધ્યો

નાણાકીય વર્ષ શિપમેન્ટ સંખ્યા રકમ(કરોડમાં)
2017-18 16616 36708
2018-19 16773 37456
2019-20 18068 48621
2020-21 13237 56055

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top