Gujarat

ધોરાજી: ‘પપ્પા આઈ હેટ યુ, મારા આત્માને શાંતિ નહીં મળે.., લખી ધો.11ની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું

ધોરાજી: રાજકોટના (Rajkot) ધોરાજીમાં (Dhoraji) ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીનીએ (Student) સુસાઈડ નોટ (Note) લખી જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ધોરાજીની રોયલ સ્કૂલની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી દિવ્યા રમેશભાઈ ડોડિયા નામની એક વિદ્યાર્થીનીએ અંતિમ પગલું ભરી લેતા ચકચાકર મચી જવા પામી છે. મોડી રાત્રે આ ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્ટેલ દોડી ગઈ હતી. જ્યાં પોલીસને દિવ્યાએ લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું છે કે પપ્પા આઈ હેટ યુ, મારા આત્માને શાંતિ નહીં મળે, મારા એક એક આંસુનો બદલો લઈશ.

મળતી માહિતી અનુસાર ધોરાજીની રોયલ સ્કૂલની હોસ્ટેલના 318 નંબરના રૂમમાં રહેતી દિવ્યા રમેશભાઈ ડોડિયાએ સુસાઈડ નોટ લખી પંખામાં ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. લગભગ મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ આ ઘટના બનાત પોલીસ દોડી ઘટના સ્થળે પહોંચી હતી. દિવ્યાના પિતા પણ તાત્કાલિક હોસ્ટેલ દોડી આવ્યા હતા. દિવ્યાના પિતા રમેશભાઈ BSFના જવાન રહી ચૂક્યા છે. દિવ્યાનો પરિવાર કુતિયાણાનો વતની હોવાનું સામે આવ્યું છે.

મારા મરવા પાછળ મને એક ‘બા’ નો અફસોસ ….Sorry Dadi
જીવનનું અંતિમ પગલું ભરતા પહેલા દિવ્યાએ સુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે પપ્પા, મારા મરવાનું કારણ એક જ છે અને એ છો તમે. તમારાથી મને અતિ નફરત થઈ ગઈ હતી. કેમ કે, તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહોતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ આવડતું. મારા મરવા પાછળ મને એક ‘બા’ નો અફસોસ છે. જેણે મને મા-બાપ બન્નેનો પ્રેમ આપ્યો. Sorry Dadi.

I Hate You papa
મા જ્યારે પણ યાદ કરીશ ત્યારે તારી સાથે હોઈશ. મા મને માફ કરી દેજો કેમ કે, આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. એક એક આંસુનો હું બદલો લઈશ.

પોલીસને હોસ્ટેલના રૂમમાંથી દિવ્યાએ લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પિતા પોતાની દીકરીને સમજી ન શકતા હોય અને ગુસ્સો કરતા હોય તેવા શબ્દોનો લખ્યા છે. તેમજ આ અંગે એમ પણ જાણવા મળ્યું છે કે દિવ્યાએ અંતિમ પગલું ભરતાં પહેલા અડધો કલાક ફોન પર પરિવારના સભ્યો સાથે વાત કરી હતી. હાલ આ મામલે ધોરાજી પોલીસે સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

Most Popular

To Top