Sports

ધોનીના માતા-પિતા 20 વર્ષમાં પહેલી વાર સ્ટેડિયમ પહોંચ્યા: ધોનીની નિવૃત્તિ અંગે અટકળો તેજ

IPL 2025નો ઉત્સાહ હજુ પણ ચાલુ છે. 18મી સીઝનની 17મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં CSKના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના માતા-પિતા પણ પહોંચ્યા છે. આ પહેલી વાર છે જ્યારે ધોનીના માતા-પિતા સ્ટેડિયમમાં જોવા મળ્યા છે. હવે ચાહકો ચિંતિત છે કે શું ધોની આજે IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરશે?

ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વખત ટાઇટલ જીત અપાવનાર કેપ્ટન એમએસ ધોની આજે આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. સોશિયલ મીડિયા પર આવી ચર્ચાઓ ચાલી રહી છે. માહીના માતા-પિતા આજે દિલ્હી કેપિટલ્સ સામે રમાઈ રહેલી મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા છે. માહીની પત્ની સાક્ષી અને પુત્રી જીવા પણ તેઓની સાથે છે. તેથી ચર્ચાઓને બળ મળ્યું છે. સામાન્ય રીતે સ્ટેડિયમમાં ફક્ત સાક્ષી અને જીવા જ જોવા મળે છે, માહીના માતા-પિતા સ્ટેડિયમમાં જોવા મળતા નથી.

ધોનીએ 2004 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 2007 માં કેપ્ટન તરીકે તેણે ભારતને T-20 વર્લ્ડ કપ જીતવા માટે નેતૃત્વ કર્યું. 2011 માં તેણે ભારતને ODI વર્લ્ડ કપ જીતવામાં પણ મદદ કરી પરંતુ આ સમય દરમિયાન પણ તેના પિતા પાન સિંહ અને માતા દેવકી દેવી તેને જોવા માટે ક્યારેય વિશ્વના કોઈપણ સ્ટેડિયમમાં ગયા ન હતા. ધોનીના માતા-પિતાનું અચાનક આગમન એવી અટકળોને જન્મ આપવા માટે પૂરતું છે કે આ ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે.

ધોનીએ ગયા સિઝનમાં કેપ્ટનશીપ છોડી દીધી હતી
43 વર્ષીય ધોની આઈપીએલની 18મી સીઝનમાં રમતા જોવા મળી રહ્યો છે. ધોનીએ પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે અને તે આ લીગનો સૌથી સફળ કેપ્ટન છે. ધોનીએ ગયા સીઝન પહેલા જ CSKની કમાન છોડી દીધી હતી, ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળ CSK ગયા સિઝનમાં પાંચમા સ્થાને રહ્યું અને પ્લેઓફમાં સ્થાન મેળવવાથી ચૂકી ગયું હતું.

ફ્લેમિંગે ધોનીની ફિટનેસ અંગે નિવેદન આપ્યું હતું
સતત બે હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચે ધોનીની ફિટનેસ અંગે અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું કે ધોનીના ઘૂંટણ પહેલા જેવા નથી અને તેના કારણે તે 10 ઓવર સુધી સતત દોડી અને બેટિંગ કરી શકતો નથી. એટલા માટે મેચ પ્રમાણે તેની બેટિંગ પોઝિશન નક્કી કરવામાં આવે છે.

Most Popular

To Top