Trending

MS ધોનીને આ ગેમ રમતા જોઈ લોકો આકર્ષાયા, 3 કલાકમાં 36 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી

નવી દિલ્હી: ચેન્નઈ સુપર કિંગ્સના (CSK) કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને (Mahendra Singh Dhoni) પ્રેમ કરનારા સમગ્ર વિશ્વમાં કરોડો લોકો છે. ધોની એવો ખેલાડી છે જે લાઈમલાઈટમાં રહે છે પછી ભલે તે મેદાનમાં હોય કે મેદાનની બહાર. કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા ધોનીનો એક વીડિયો (Video) સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે થાલા બિઝનેસ ક્લાસની જગ્યાએ ઈકોનિમિ ક્લાસમાં સફર કરી રહ્યો છે. આ સફરમાં તે કેન્ડી ક્રશ (Candy Crush) ગેમ રમતો હતો. માહીનો કેન્ડી ક્રશ રમતો વીડિયો જોતા લોકોને પણ આ ગેમ ક્રેઝ લાગ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. આ વીડિયો સામે આવ્યાના માત્ર 3 કલાકમાં જ લગભગ 36 લાખ લોકોએ આ ગેમને ડાઉનલોડ કરી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે માહી જે ઈકોનોમિ ક્લાસમાં સફર કરી રહ્યો હતો તેમાં એક એરહોસ્ટેસ માહી પાસે ચોકલેટ અને થોડાં ખજૂરોથી ભરેલી ટ્રે સાથે એક લેટર લઈ જાય છે અને તેની સાથે વાતો કરે છે. માહી આ ટ્રેમાંથી માત્ર એક ખજૂરનું પેકેટ અને એરહોસ્ટેસનો લેટર લઈ લે છે અને બાકીની તમામ ચોકલેટો પરત લઈ જવા કહે છે. એર હોસ્ટેસ સાથે વાત કરતા કરતા જ વીડિયોમાં સામે આવ્યું કે કેપ્ટન કૂલ પોતાની સફરમાં કેન્ડી ક્રશ ગેમ રહ્યાં હતા. વીડિયો સામે આવતા જ ટ્વિટર પર #CandyCrush ટ્રેન્ડ થવા લાગ્યું હતું તેમજ માત્ર 3 કલાકમાં 36 લાખ લોકોએ આ ગેમને ડાઉનલોડ કરી હતી.

કેન્ડી ક્રશ એ એક પઝલ ગેમ છે. આ ગેમમાં તમારે 3 સમાન કેન્ડીને મેચ કરીને આગળ વધવાનું હોય છે. અને આવી રીતે જ ગેમ આગળ વધતી જાય છે. આ ગેમ પહેલીવાર 2012માં માર્કેટમાં આવી ત્યારથી તે ખૂબ જ લોકપ્રિય છે.

Most Popular

To Top