રવિવારના રોજ સવારની પહોરમાં ડુમસના ભજીયા ખાવા સુરતીઓ જાય કે JP અને જાનીનો લોચો અને ખમણની લાઈનમાં ઉભેલા હોય કે મઢીની ખમણીની મજા લેતા હોય. પણ સુરતીઓ રવિવારે ધાર્મિક પ્રવૃત્તિમાં પણ એટલા જ અગ્રેસર છે. રવિવારે તાપીમાતાના દર્શન કરવા જવું એ ઘણા સુરતીઓનો નિયમ હોય છે. રવિવારે સવારથી જૂના અંબાજીના દર્શન માટે સુરતીઓ ઉમટી પડે છે. ‘રવિવારે વધે પરિવાર, માને સંભાળુ વારંવાર’ જેવા છંદ અંબાજી મંદિરમાં ગવાતા હોય છે. ઉધનામાં આવેલા સૈયરકાકા બાવાજી મહારાજના મંદિરે સવારથી બાધા માનતા આવનારની કતાર લાગે છે. શીતળા અને અછબડા રોગ થયો હોય, ત્યારે બાપજી મહારાજની બાધા રાખવામાં આવે છે. રોગ સારો થવાથી માનતા પુરી કરવા બાવાજી મહારાજના દર્શન કરવા માટે રવિવારે લોકો ઉમટી પડે છે. સાંજે ચોપાટી, પીપલોદ ફરવા જાય, ત્યારે અંબિકા નિકેતન, રૂંઢનાથ મહાદેવ, ઇચ્છાનાથ મહાદેવ અને ગોવર્ધન હવેલીમાં દર્શને સુરતીઓ અચુક જાય છે અને રાત્રે ગૌરવપથની ફૂટપાથ પર ઉજાણી સાથે રવિવારની પૂર્ણાહુતી થાય છે.
સુરત – કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ધર્મપ્રેમી સુરતીઓનો રવિવાર
By
Posted on