Dakshin Gujarat

ફરવા નિકળેલા મિત્રોની કારને ધરમપુર નજીક અકસ્માત, એકનું મોત

ધરમપુર: (Dharampur) મહારાષ્ટ્રના મિત્રો (Friends) કાર (Car) લઈને ગુજરાત ફરવા આવ્યા હતાં. તેઓ ધરમપુરના સિદુમ્બર ખડકદહાડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નાના પુલ પાસે એક વાહન આવતા તેઓએ કારને અચાનક બ્રેક મારી હતી. જેને લઈ કારના ટાયર સ્લીપ થઈ ડિવાઈડર તથા ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સવાર મિત્રોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનુ મોત નિપજયું હતું.

  • ગુજરાત ફરવા આવેલા મહારાષ્ટ્રના મિત્રોની કારને ધરમપુર નજીક અકસ્માત, એકનું મોત
  • સિદુમ્બર ખડકદહાડ પાસે કારને અચાનક બ્રેક મારતા ટાયર સ્લીપ થઈ ડિવાઈડર અને ઝાડ સાથે અથડાઈ હતી

જલગાંવ જિલ્લાના (મહારાષ્ટ્ર) ચાલીસગાંવ તાલુકાના ધામણગાંવના પ્રદીપ સંપતરાવ નિકમનો પુત્ર મયુર (ઉં..22) તેના મિત્રો ગૌરવ લાહુરે, શુભમ, કૃષ્ણા ખેરનાર તથા મહેશ અનંદા દરાડે (રહે. સત્યગાંવ તા.યેવલા) સાથે કૃષ્ણા ખેરનારની આઈ-20 કાર નંબર MH-15-HY-3555 લઈ ગુજરાત ફરવા આવ્યા હતાં. દરમિયાન સિદુમ્બર ખડકદહાડ પાસે આવેલા નાના પુલ પહેલા સામેથી એક વાહન આવતા મહેશે કારને અચાનક બ્રેક મારતા વરસાદના કારણે કારના ટાયર સ્લીપ થઈ કાર લોખંડના ડિવાઈડર તથા ઝાડ સાથે અથડાઈ જતા મયુર પ્રદીપ નિકમને માથામાં ગંભીર ઇજા થઇ હતી.

મયુરને સાઈનાથ હોસ્પિટલમાં લાવી સારવાર માટે દાખલ કરી રાત્રે વધુ સારવાર માટે નાસિક લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સોપોના હોસ્પિટલમાં ડોક્ટરે બીજી હોસ્પિટલમાં લઈ જવા કહેતા તેને ચાલીસગાંવ ખાતે આવેલી ગ્રામીણ રૂગનાલયમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. પ્રદીપ નિકમેં ધરમપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

ડાંગ જિલ્લાના સુબીરથી બરડીપાડા માટે એસટી બસ ફાળવવા માંગ
સાપુતારા: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સુબીરથી બરડીપાડા આવવા જવા માટે એસટી બસ ફાળવવા માટેની માંગ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ બરડીપાડા અને સાજુપાડા બે ગ્રુપ ગ્રામ પંચાયતમાં બરડીપાડા, સાજુપાડા, ખોખરી, બંધપાડા, ધુલદા ગામનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની સુબીર તાલુકા બ્રાન્ચ ઓફિસ દ્વારા તાલુકા લેવલની કોઈપણ કામગીરી કરવાની હોય ત્યારે તેમના કર્મચારીઓએ પોલીસ સ્ટેશન, મામલતદારની કચેરી–સુબીર, PHC શિંગાણા, આઈ.ટી.આઈ., સ્કૂલ, બેન્ક, તાલુકા અધિકારીની કચેરી, સુબીર વગેરે ખાતે અવરજવર કરતા હોય છે. પરંતુ બસનો અભાવ હોવાને કારણે કર્મચારીઓએ હાલાકી ભોગવવી પડે છે. ત્યારે લોકચર્ચા સાથે અનેક સવાલ ઉઠવા પામ્યા છે.

શું તાલુકા લેવલે કામગીરી કે અવર-જવર માટે બસની સુવિધા પુરી પાડવી એ તાલુકા કે જિલ્લા વહીવટી તંત્રની જવાબદારી નથી? શું આમ જનતાને બસમાં બેસવાનો અધિકાર નથી? આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સુબીર તાલુકા દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સુબિરથી બરડીપાડા આવવા જવા માટે બસની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Most Popular

To Top