SURAT

સુરત: DGVCLમાંથી મોંઘાદાટ કોપરની ચોરી મામલે થયો આ મોટો ઘટસ્ફોટ

સુરત: (Surat) ડીજીવીસીએલના (DGVCL) કોપરના બે લાખના પટ્ટા કોન્ટ્રાક્ટ (Contractor) પર રહેતા કર્મચારીઓ દ્વારા ચોરી કરવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. આ મામલે સચિન પોલીસમથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પહેલાં બે કોપરના (Copper) પટ્ટા ચોરી કર્યા બાદ સાંજે ફરીથી ચોરી કરવા કોન્ટ્રાક્ટ પરજ કામ કરતા ઇલે. આસિસ્ટન્ટ આવતાં તેને સ્થાનિક સ્ટાફ દ્વારા પકડવા દોડતાં તેઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. આ કિસ્સામાં પોલીસ (Police) દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ તમામમાં ખુલ્લામાં પડી રહેતો ડીજીવીસીએલના સ્ક્રેપની ચોરી જે કરવામાં આવી રહી છે તે ફરિયાદો સાચી હોવાનું ચિત્ર ઉપસ્થિત થયું છે.

  • ખરવાસામાં ડીજીવીસીએલના મોંઘાદાટ કોપરની ચોરી સ્ટાફ દ્વારા જ કરાતી હોવાનો ગુનો દાખલ
  • ખુલ્લામાં પડી રહેતો ડીજીવીસીએલના સ્ક્રેપની ચોરી કરવામાં આવી રહી છે તે ફરિયાદો સાચી હોવાનું ચિત્ર ઉપસ્થિત થયું

અનિલભાઇ અરવિંદ વસાવા (રહે.,શાહ ગામ, તળાવ ફળિયું, તા.માંગરોળ) દ્વારા પોલીસ ફરિયાદ જણાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, હું કોન્ટ્રાક્ટમાં સ્વિચ બોર્ડ ઓપરેટર તરીકે કામગીરી કરું છું. ગત તા.26 ડિસેમ્બરે બપોરે બે વાગ્યે તેઓ ડ્યૂટી પર હાજર હતા. ત્યારે ઇલેક્ટ્રિકલ આસિ. તરીકે નોકરી કરતા લિંકનભાઇ રાજેશભાઇ ચૌધરી પણ હાજર હતા. સાંજના ચારેક વાગ્યાની આસપાસ તેઓ દ્વારા સબ સ્ટેશન સ્ટોર રૂમ ચેક કરવામાં આવ્યો ત્યારે લિંકનભાઇ જેઓ ઇલે. આસિસ્ટન્ટ છે તેઓ સાથે ગયા હતા. દરમિયાન સ્ટોર રૂમમાં 11 કેવી પેનલના બારબારમાં ઉપયોગમાં લેવાતા કોપરના ચાર પટ્ટા પડેલા હતા. જે તેઓ સાંજના છથી સાંજના સાડા છ વાગ્યાની આસપાસ જ્યારે ગયા ત્યારે બે કોપરના પટ્ટા સ્થળ પર ન હતા.

દરમિયાન તેમણે સબ સ્ટેશન ઉપર લાઇન ક્લીયર પરમિશન લેવા માટે આવતા સંદીપ આલજીભાઇ પરમારને સબ સ્ટેશનની બહાર નીકળતા જોયા હતા. અને તેઓને તેની પર શંકા હતી. અલબત્ત, ચારમાંથી બે પટ્ટા સબ સ્ટેશન પર હોવાને કારણે તેઓએ વોચ રાખી હતી. દરમિયાન ઇકો કારમાં સંદીપ આલજી પરમાર બાકી રહેલા બે પટ્ટા ચોરી કરવા માટે ફરીથી આવ્યા હતા. તેઓએ કોપરના બે પટ્ટા ઊંચકવામાં આવતાં તેઓ દોડ્યા હતા. દરમિયાન સ્થળ પર તેઓ દોડતા આ ઇસમો ભાગી ગયા હતા. આ મામલે ઉપરી અધિકારીઓને જાણ કરતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Most Popular

To Top