ગાંધીનગર: કચ્છ (Kutch)માં ભારત-પાકિસ્તાન દરિયાઈ સરહદ (India-Pakistan maritime border) નજીક ATS અને કોસ્ટગાર્ડે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ઓખાના દરિયામાંથી 300 કરોડનું 40 કિલો ડ્રગ્સ (Drugs) અને હથિયાર (Wapons) ઝડપાયા હતા. આ સાથે જ 10 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. ATSને મળેલી ગુપ્ત માહિતીનાં આધારે આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મામલે DGP આશિષ ભાટિયાએ મોટા ખુલાસા કર્યા છે.
1992 બાદ પ્રથમ વખત હથિયારો પકડાયા: આશિષ ભાટિયા
આ સમગ્ર ઓપરેશન મામલે DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઓપરેશન મામલે ગુપ્ત માહિતી મળી હતી. ડ્રગ્સની આડમાં શસ્ત્રોની હેરાફેરી ચાલી રહી હોય તેવો આ પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોટ અને હથિયારોની માહિતી મળતાં જ કોસ્ટગાર્ડે આખું ઓપરેશન તૈયાર કર્યું હતું. આ સમગ્ર ઓપરેશન 6 દિવસ ચાલ્યું હતું. અધિકારીઓએ ઓખા પોર્ટથી 140 નોટીકલ માઇલ જઇ ઓપરેશન પાર પાડ્યું હતું. ડ્રગ્સની સાથે 6 પીસ્ટલ અને 120 કારતુસ ઝડપાયા હતા. જો કે 1992 બાદ પ્રથમ વાર હથિયારો ઝડપાયા છે.
ગેસ સીલીન્ડરમાં સંતાડ્યા હતા હથિયાર
ઓપરેશન બાબતે ખુલાસો કતા DGPએ જણાવ્યું હતું કે, અલ સોહિલી નાનમી બોટમાંથી સમગ્ર મુદ્દામાલ પકડાયો હતો. બોટમાં વાપરવામાં આવતા ગેસ સીલીન્ડરમાં હથિયાર સંતાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી ઇટાલિયન પિસ્ટલ, મેગઝીન અનર કારતુસ ઝડપાયા હતા. બોટને જયારે સમુદ્રમાંથી બહાર આવતા જ અધિકારીઓએ હથિયાર ઝડપી પાડ્યા હતા. અધિકારીઓને આ ઓપરેશન પાર પાડવા માટે 5થી 6 દિવસ લાગ્યા હતા અને આટલા દિવસ તેઓને દરિયામાં જ રહેવું પડ્યું હતું. આ પ્રકારનાં ઓપરેશનમાં જોખમ વધારે હોય છે. જેથી આ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓને ઈનામ અપાશે.
એક વર્ષમાં 63 આરોપી ઝડપાયા
આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2022નાં 6 કેસ નોંધાયા હતા. જેમાં કુલ 63 આરોપીઓ ઝડપાયા છે. જેમાંથી 38 પાકિસ્તાના અને અફઘાનિસ્તાનનાં 6 નાગરીકો છે. ગુજરાતના દરિયામાંથી અત્યાર સુધીમાં 4374 કરોડનો માદક દ્વવ્યોનો જથ્થો ઝડપાયો છે. વર્ષ 2021 ની સરખામણીએ ત્રણ ગણુ ડ્રગ્સ અને બમણા આરોપી પકડ્યા છે. હાલમાં ઝડપાયેલી બોટ ઓખા બંદર પર લાવવામાં આવી રહી છે. પરંતુ આ ડ્રગ્સ અને હથિયારોનો જથ્થો ક્યા મોકલવાનો હતો આ અંગે તપાસ ચાલી રહી છે.