Business

પ્લેનમાં બાળકો સાથે મુસાફરી કરતા માતા-પિતા માટે મોટા સમાચાર, DGCA કર્યો આવો આદેશ

નવી દિલ્હી: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તમામ એરલાઇન્સ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. એવિએશન રેગ્યુલેટરે કહ્યું છે કે હવેથી 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવાઈ મુસાફરી દરમિયાન તેમના માતા-પિતાની બાજુમાં સીટ આપવી પડશે. DGCAએ આજે તા. 23 એપ્રિલના રોજ આ મામલે એક પરિપત્ર ઈશ્યુ કરીને તમામ એરલાઈન્સને આ નિયમને ફરજિયાતપણે લાગુ કરવા સ્પષ્ટ આદેશ કર્યો છે.

DGCA દ્વારા હવાઈ મુસાફરી દરમિયાન બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના પરિપત્રમાં ડીજીસીએ જણાવ્યું હતું કે હવેથી તમામ એરલાઈન્સે એ સુનિશ્ચિત કરવું પડશે કે 12 વર્ષ સુધીના બાળકોને તેમના માતાપિતા/વાલીઓમાંથી ઓછામાં ઓછા એકની સાથે બેઠકો ફાળવે. આ સાથે તેનો સંપૂર્ણ રેકોર્ડ પણ રાખવામાં આવશે.

કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં
ડીજીસીએને ફરિયાદ મળી હતી કે, બાળકને માતા-પિતા સાથે બેસવા એરલાઈન્સ સીટ ફાળવતી નથી. આ ફરિયાદ બાદ ડીજીસીએ એ આ પગલું ભર્યું છે. ડીજીસીએ દ્વારા જારી કરાયેલા 2024 ના એર ટ્રાન્સપોર્ટ સર્ક્યુલર (ATC)-01 મુજબ, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકને તેના માતા-પિતાની બાજુમાં સીટ મળી શકશે અને ખાસ વાત એ છે કે પેસેન્જરને આ માટે કોઈ પણ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

ડીજીસીએના મતે એરલાઈન્સ બાળકની સીટ માટે માતા-પિતા પર દબાણ ન લાદી શકે. જો વાલીઓએ ફ્રી સીટ અથવા ઓટો એલોકેશનનો વિકલ્પ પસંદ કર્યો હોય, તો બાળક માટે બાજુની સીટની વ્યવસ્થા કરવી પડશે.

આ સુવિધાઓ માટે ચાર્જ વસૂલવામાં આવી શકે છે
માતા પિતા પાસે બાળકોને સીટ આપવાના આદેશ સાથે DGCA એ એરલાઈન્સને ઝીરો બેગેજ, પસંદગીની સીટ શેરિંગ, ભોજન, પીણાં અને સંગીતનાં સાધનો લઈ જવાની પરવાનગી પણ આપી છે. DGCA એ સ્પષ્ટતા કરી છે કે આ સુવિધાઓ પસંદ કરવામાં આવી છે એટલે કે તે ફરજિયાત નથી. આમાં ઓટો સીટની સુવિધા પણ સામેલ કરવામાં આવી છે, જેમાં એરલાઈન આપમેળે સીટ અસાઇન કરે છે અને આવા મુસાફરો કે જેમણે વેબ ચેક-ઈન દરમિયાન સીટ લીધી નથી, તેમને આપમેળે સીટ ફાળવવામાં આવશે.

Most Popular

To Top