આપણા દેશે નિયત સમય પહેલા 400 અબજ ડોલરનો નિર્ધારીત લક્ષ્યાંક પૂરો કર્યો. દેશનું ડાયરેકટ ટેક્ષ કલેકશન 10.28 લાખ કરોડથી વિક્રમ એવું 13.63 લાખ કરોડ થયું, દેશનો બેરોજગારી દર ઘટી ગયો અને દેશની જીડીપીમાં સુધારો થયો જે નોંધપાત્ર છે. દેશના ઉપરોકત ઘટનાક્રમો કોરોના કાળ બાદની દેશની હાલની પ્રગતિની સ્થિતિ સાબિત કરે છે જેને હજુ આગળ વધારવા દેશની એકતા અને સમાજની શાંતિ હવે અત્યંત જરૂરી બનેલ છે. જોગાનુજોગ દેશના કર્મઠ અને નિર્ણાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશ્વના 13 દેશોના લોકપ્રિય નેતાઓમાં નં.1 બનેલ છે. જે દેશ માટે વિશ્વનાં ગૌરવ પ્રદાન કરનારી ઘટના ગણી શકાય. આવા સબળ નેતૃત્વના ખોટા વિરોધથી દેશ નબળો પડતો હોય છે. દેશની આઝાદી બાદ હિન્દી, હિન્દુ અને હિન્દુસ્તાનની ભારતીય સંસ્કૃતિની ઉપકારક વિચારધારા પકડવાની જરૂર હતી તે કોંગ્રેસના મતોના તૃષ્ટિકરણોના સ્વાર્થોના કારણે વર્ષો બાદ આજે પણ પકડાયેલ ન હોવાથી દેશમાં સેકયુલર પક્ષોના જ્ઞાિતવાદી/ સંપ્રદાયવાદી મતોન તૃષ્ટિકરણોની પકકડ હજુ પણ ઓછી થયેલ નથી. અને દેશમાં હજુ વૈચારિક વમળો ચાલે જ છે, જેહાદી ઘટનાક્રમોથી દેશ અને સમાજ આજે દુ:ખી છે જે હવે સદંતર બંધ થવા જરૂર છે. દેશના વિકાસના ફળો સર્વે નાગરિકોને પ્રાપ્ત થાય તે માટે વસતી ઘટાડવાના નિયમની તથા દેશના નાગરિકોમાં સમાનતાની ભાવના ઉભી થાય તે માટે સમાન સિવિલ કોડ વિના વિલંબે કેન્દ્ર સરકારે લાગુ કરવાની જરૂર છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.