National

PM મોદીએ જમ્મુ-કાશ્મીર માટે 32,000 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા, કહ્યું- લોકો સ્વિટ્ઝર્લેન્ડને ભૂલી જશે

જમ્મુ: (Jammu) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મંગળવારે કહ્યું હતું કે કલમ 370 નાબૂદ કરવી એ જમ્મુ અને કાશ્મીરના વ્યાપક વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ હતું, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે તેમની સરકાર ખીણને એક એવા પર્યટન સ્થળમાં પરિવર્તિત કરવા માટે પ્રતિબદ્ધ છે જે સ્વિટ્ઝર્લેન્ડને (Switzerland) ટક્કર આપી શકે.

  • કાશ્મીરનો વિકાસ એ રીતે થશે કે લોકો સ્વિટ્ઝર્લેન્ડને ભૂલી જશે: મોદી
  • કાશ્મીરમાં જી-20 સંમેલન બાદ પ્રદેશની મનોહર સુંદરતા, પરંપરા અને સંસ્કૃતિએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું
  • મોદીએ એક કાર્યક્રમમાં જમ્મુ અને કાશ્મીર માટે રૂ. 32,000 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા
  • વરસાદ પડી રહ્યો હોવા છતાં હજારો સ્થાનિકો તેમની રેલીમાં હાજર રહ્યા

જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમ ખાતે એક વિશાળ સભાને સંબોધતા મોદીએ ગયા વર્ષે આ પ્રદેશમાં જી-20 સંમેલન બાદ ખાડી દેશોમાંથી રોકાણમાં થયેલા વધારા અંગે જણાવ્યું હતું અને કહ્યું હતું કે પ્રદેશની મનોહર સુંદરતા, પરંપરા અને સંસ્કૃતિએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. અહીં મોદીએ જમ્મુ અને કાશ્મીર માટે રૂ. 32,000 કરોડ અને દેશના અન્ય ભાગો માટે રૂ. 13,500 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા. મોદીએ કહ્યું કે પ્રદેશ માટે એક નવા યુગની શરૂઆત થવાની છે અને જાહેર કર્યું કે જમ્મુ અને કાશ્મીર વંશવાદી શાસનથી મુક્ત થઈ રહ્યું છે, તેમની સરકાર હવે સીધી રીતે લોકો સાથે સંકળાયેલી છે.

તેમના 30 મિનિટના સંબોધન દરમિયાન, મોદીએ હિંસા અને અલગતાવાદથી પ્રભાવિત જમ્મુ કાશ્મીરના અશાંત ભૂતકાળની યાદ અપાવી અને સુમેળભર્યા અને સમૃદ્ધ જમ્મુ અને કાશ્મીર તરફના વર્તમાન પરિવર્તનની પ્રશંસા કરી.
‘અમે એવા દિવસો જોયા છે જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી માત્ર નિરાશાજનક સમાચારો જ આવતા હતા. બોમ્બ, બંદૂકો, અપહરણ અને અલગતાવાદ તેની કમનસીબી બની ગયા હતા.

આજે આપણે સંતુલિત અને સર્વગ્રાહી વિકાસ સાથેનું નવું જમ્મુ-કાશ્મીર જોઈ રહ્યા છીએ’, એમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું જે તેમણે ડોગરી ભાષામાં શરૂ કર્યું હતું. વરસાદ પડી રહ્યો હોવા છતાં હજારો સ્થાનિકો તેમની રેલીમાં હાજર રહ્યા હતા. કમલ 370 નાબૂદ કર્યા બાદ આ મોદીની જમ્મુ ક્ષેત્રની બીજી મુલાકાત છે. આ પહેલાં તેમણે એપ્રિલ, 2022માં સાંબા જિલ્લામાં ેક રેલીને સંબોધિત કરી હતી.

Most Popular

To Top