ભરૂચ : રાજ્યામાં ડ્રગ્સનુ દુષણ (Drug Addiction) નાથવા માટે પોલીસ અને વિવિધ એજન્સીઓ દિવસ રાત એક કરી રહી છે. મધ્ય ગુજરાતમાં એમ.ડી ડ્રગ્સનો (MD Drags) કાળો કારોબાર (Business) પર્દાફાશ (Exposed)થયા બાદ આખું રેકેટ બહાર આવ્યું હતું. હાલમાં વાહન ચેકીંગમાં રહેલી વડોદરા ગ્રામ્ય (Vadodara Village) SOGએ અમદાવાદના ઇમ્તિયાઝને રૂ.૧ લાખની વધુની કિંમતના ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.હાલમાં પોલીસે વડોદરાથી અમદાવાદ જતા એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે વાહનો ચેકિંગ કરી હતી. આ દરમિયાન પોલીસનું વાહન ચેકિંગ જોઇ અમદાવાદનો ઇમ્તિયાઝ ફફડી ઉઠ્યો અને તે ગાડી મુકી ભાગ્યો હતો.
પોલીસે મીરસાપુર ગામની સીમ નજીક તેનો પીછો કરી ઝડપી પાડ્યો
ઇમ્તિયાઝને ગાડી મૂકી ભાગતો જોઇ પોલીસે મીરસાપુર ગામની સીમ નજીક તેનો પીછો કરી ઝડપી પાડ્યો હતો. ઇમ્તિયાઝની પોલીસ અંગ ઝડતી કરી તપાસ કરતા તેની પાસેથી ૧ કિલોગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ.૧,૫૯,૫૦૦ આંકવામાં આવી છે. પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા ઇમ્તિયાઝે કબૂલાત કરી હતી કે, તે ભરૂચના દાંડીયા બજાર વિસ્તારમાં રહેતા ઇમરાન પાસેથી ડ્રગ્સ લઇ અમદાવાદ લઇ જઈ રહ્યો હતો. જેથી પોલીસે આ મામલે ઇમ્તિયાઝ શેખ વિરૂદ્ધ એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી ભરૂચના ઇમરાનની શોધખોળ હાથ ધરી છે.