વડોદરા: બરોડા ડેરીએ અમૂલ ગોલ્ડ દૂધના લિટરે 4 રૂપિયાનો ભાવ વધારો કરતા ભાવ વધારાના વિરોધ. દૂધ વિનાની ચા બનાવતા પોલીસે 25 થી વધુ કોંગી કાર્યકરો ની અટકાયત કરી. જનચેતના સપ્તાહ અંતર્ગત કોંગ્રેસ સરકાર વિરુદ્ધ અનેક કાર્યક્રમો આપી રહ્યું છે.પેટ્રોલ-ડીઝલ ગેસ સિલિન્ડર બાદ દૂધના ભાવમાં વધારો કરવામાં આવતા કોંગ્રેસ બરોડા ડેરી પહોંચી વિરોધ કર્યો. બરોડા ડેરીએ અમૂલ ગોલ્ડ દૂધના લિટરે 4 રૂપિયાનો ભાવ વધારો કરતા ભાવ વધારાના વિરોધ. બરોડા ડેરી મકરપુરા વિસ્તારમાં શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.
વિવિધ સૂત્ર લખેલા પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં ભેગા થયા હતા. એક તરફ કોરોનાકાળને કારણે નાના ઉદ્યોગોની સ્થિતિ ખૂબ જ દયનીય છે. ત્યારે લોકો પાસે આવકના સાધનો નથી તેવા સમયે ધરખમ વધારાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગની આર્થિક મુશ્કેલીમાં અત્ત વધારો થતો જોવા મળ્યો છે.
તાજેતરમાં જ અમુલ ડેરી અને બરોડા ડેરી દ્વારા લીટર દૂધના ભાવમાં 2 થી 4 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો હતો.ભાવ વધારાને કારણે પ્રતીકરૂપે લાકડાનો ચૂલો બનાવી દૂધ વગરની ચા બનાવતા કાર્યક્રમ દરમિયાન મકરપુરા પોલીસ દ્વારા પ્રદર્શન કરતા કૉંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષ નેતા અમીબેન રાવત, ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, અમિત ઘોટીકર, નૈલેશ બ્રહ્મભટ્ટ સાથે 25 થી વધુ કાર્યકરોની ધરપકડ કરી હતી.કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ દ્ર્શ્યો જોવા મળ્યા હતા. જ્યારે મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ કાર્યક્રમ બાદ આઇસ્ક્રીમ નો ટેસ્ટ કરી રહ્યા હતા. ત્યારે પણ પોલીસે મહિલા કાર્યકર્તાઓ ની અટકાયત કરી હતી તેમાં રોડ પર પકડા પકડી ના દ્રશ્યો પણ સર્જાયા હતા.