ભારતમાં ૩૦ માર્ચ ૨૦૨૦ પછી પહેલી વાર કોરોનાથી એક પણ મોત ન થયું હોય એવો દિવસ નોંધાયો. આખી દુનિયામાં જ્યારે કોવિડ સમાપ્તિ તરફ જઈ રહ્યો છે ત્યારે ચીનમાં કોવિડની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ગયા સપ્તાહના અંતે દૈનિક કેસની સંખ્યા છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ. ગુઆંગઝુમાં આવતા અઠવાડિયે આયોજિત થનાર ‘ઓટો શો’ને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યો છે. બેઇજિંગની શાળાઓ ઑનલાઇન વર્ગો ચલાવવા કે કેમ તે અંગે ચર્ચા કરી રહી છે.
નોમુરા અનુસાર ૭ નવેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ ચીનના કોવિડ નિયંત્રણોએ રાષ્ટ્રીય જીડીપીને ૧૨.૨ ટકાનું નુકસાન પહોંચાડ્યું છે, જે અગાઉના અઠવાડિયે ૯.૫ ટકા હતું. ચીનની પાંચમા ભાગની વસતી એક યા બીજા પ્રકારના નિયંત્રણ હેઠળ છે. ગુઆંગડોંગનો દક્ષિણ પ્રાંત સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. ચીનના ૩૧માંથી ૨૦થી વધુ પ્રાંતમાં કોવિડ કેસ નોંધાયા છે. ચીનમાં EU ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ અને તેના સાઉથ ચાઇના ચેપ્ટરના અધ્યક્ષ ક્લાઉસ ઝેંકલના કહેવા અનુસાર ઘણી બધી વ્યાવસાયિક ઇવેન્ટ્સ રદ અથવા મુલતવી રાખવામાં આવી છે. પ્રતિબંધોને કારણે લોકો મુસાફરી ટાળી રહ્યા છે. ગુઆંગઝુ અને શેનઝેનની કંપનીઓ શાંઘાઈમાં યોજાયેલ ચીનના આંતરરાષ્ટ્રીય આયાત એક્સપોમાં જોડાઇ ન શકી. ગ્રાહકોને રૂબરૂ મળ્યા વગર ગ્રાહક સંબંધો કેવી રીતે જાળવી શકાશે તે બાબતે કંપનીઓ ચિંતિત છે.
ચીનની અર્થવ્યવસ્થા પર કોવિડની ગંભીર અસર જોતાં ઘણાં રોકાણકારોએ ધાર્યું હતું કે ચીન ટૂંક સમયમાં તેની કડક કોવિડ નીતિને હળવી કરશે. પણ અધિકારીઓએ આવી અફવાઓને રદિયો આપતાં એક પ્રેસ કોન્ફરન્સમાં ખાતરી આપી હતી કે વર્તમાન ઝીરો-કોવિડ નીતિ યથાવત્ રહેશે. નેશનલ હેલ્થ કમિશનના અધિકારી હુ ઝિયાંગે ચીનના કોવિડ નિયંત્રણના પગલાંને સંપૂર્ણપણે સાચા અને અસરકારક ગણાવ્યાં હતાં. ચીનમાં લક્ષણો સાથેના કોવિડના ૮૦૦થી વધુ કેસ નોંધાયા છે અને જ્યારે લક્ષણો વિનાના ૬૬૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. અન્ય દેશોમાં દૈનિક કેસની સંખ્યા આના કરતાં ઘણી વધારે છે, પરંતુ તેઓએ કોવિડ સાથે જીવવાનું શીખી લીધું છે.
લાંબા લોકડાઉનની ચીનના લોકો પર માનસિક અસર થઈ રહી છે. ગુઆંગઝુ એક ૫૫ વર્ષીય મહિલાએ તેના એપાર્ટમેન્ટમાંથી કૂદીને આપઘાત કરી લીધો, જે બિલ્ડિંગમાં ફક્ત બે કેસ નોંધાયા પછી લોકડાઉન હેઠળ હતી. ગાંસુ પ્રાંતમાં ત્રણ વર્ષના છોકરાનું કાર્બન મોનોક્સાઇડના ઝેરથી મૃત્યુ થયું હતું, જેના પિતાએ પુત્રને સમયસર જરૂરી તબીબી સહાય ન મળી શકવા બદલ કડક વાયરસ નિયંત્રણ પગલાંને દોષી ઠેરવ્યા હતા. ગયા અઠવાડિયે શાંઘાઈમાં ડિઝનીલેન્ડ રિસોર્ટે અચાનક તેના દરવાજા બંધ કરી દીધા. સત્તાવાળાઓ દરેક મુલાકાતીનું કોવિડ પરીક્ષણ કરાવવા માંગતા હોવાથી પાર્કના મુલાકાતીઓને કોવિડ ટેસ્ટિંગ પછી જ બહાર જવા દેવાયા!
સરકારની ઝીરો-કોવિડ નીતિના કારણે વેપાર-ધંધાને ભારે કિંમત ચૂકવવી પડી છે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જાયન્ટ ફોક્સકોન, જે એપલના લોકપ્રિય આઇફોનનું ૭૦ ટકા ઉત્પાદન કરે છે, તેના બે લાખ કામદારો પર કોવિડ ચેપનું જોખમ ઊભું થતાં કંપનીએ ભીડને ટાળવા કેમ્પસ કાફેટેરિયામાં જમવા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ તેનાથી કામ બન્યું નહીં. સોશ્યલ મીડિયા પર આ પ્લાન્ટના ચિંતિત કામદારોના વીડિયોઝ વાઇરલ થયા હતા. ફોક્સકોને સ્ટાફને સાઈટ પર રાખવા માટે રોકડ બોનસની ઓફર કરી છે, તેમ છતાં પૂરતી સુવિધાના અભાવે તેઓ તૈયાર નથી જેના કારણે ક્રિસમસ પહેલાના આ મહિને નવા આઇફોન્સના ઉત્પાદનમાં ૩૦ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે ચીનની નિકાસ અને આયાત બંને કોવિડના શરૂઆતના દિવસો પછી પ્રથમ વખત ઓક્ટોબરમાં અણધારી રીતે સંકોચાઈ હતી. શાંઘાઈમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના સર્વેક્ષણમાં જણાવાયું છે કે ચીનમાં યુએસ બિઝનેસનો આશાવાદ રેકોર્ડ-નીચા સ્તરે પહોંચી ગયો છે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.