નવી દિલ્હી: સોમવારે ઉત્તર ભારતમાં (North India) ગાઢ ધુમ્મસ (Fog) માર્ગ અકસ્માતોનું (Accident) કારણ બન્યું હતું. ઝીરો વિઝિબિલિટીના (Visibility) કારણે લખનઉ એક્સપ્રેસ વે (Lucknow Express Way) , યમુના એક્સપ્રેસ વે (Yamuna Express Way), બિહારથી (Bihar) રાજસ્થાન (Rajasthan) સુધી રોડ અકસ્માતો થયા હતા. આ અકસ્માતોમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે એક ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીં બસ ડીસીએમ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે એક ડઝન લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ બસ પાછળથી DCMને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 5 લોકો ઘયાલ થયા હતા. પાંચ ઘાયલ લોકોને ઉન્નાવ જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે જ્યારે એકને લખનઉના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે બસ ગુજરાતના રાજકોટથી લખીમપુર ખેરીના પાલિયા, ટીકુનિયા જઈ રહી હતી.
ગયામાં ધુમ્મસના કારણે ત્રણના મોત થયા છે
બિહારના ગયાના ચંદૌટી પોલીસ સ્ટેશન વિસ્તારના કેવલી ગામ પાસે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ હતી. જેના હાઈવા બેકાબૂ બની 3 બાઇક સવારોને કચડી નાખ્યા, જેના કારણે તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે હાઈવામાં ફસાઈ ગયેલ વ્યક્તિની લાશ ફસાઈ ગઈ હતી અને ત્યાર બાદ હાઈવા ખેતરમાં જઈ પડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે તમામ મૃતકો ગયાના ફતેહપુરના રહેવાસી હતા. તેઓ બાઇક પર પંચનપુરથી ગયા તરફ આવી રહ્યા હતા.
ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર ઝીરો પોઈન્ટ પર ગાઢ ધુમ્મસને કારણે ટામેટાંથી ભરેલું કેન્ટર ગ્રીલ તોડીને નીચે પડી ગયું. આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. નોલેજ પાર્ક પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે..
સોમવારે સવારે લગભગ 4 વાગ્યે ગ્રેટર નોઈડા યમુના એક્સપ્રેસ વે પર દાનકૌર વિસ્તારમાં એક માર્ગ અકસ્માત થયો હતો. એક કાર રોગસાઈડ જઈ બીજી કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બંને વાહનોને પણ રોડ પરથી હટાવી લેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે શૈલેષ અસ્થાના તેની ડસ્ટર કાર નોઈડાથી આગ્રા વિરુદ્ધ દિશામાં લઈ જઈ રહ્યા હતા. તેથી જ સુશીલ તેની કાર લઈને સામેથી આવી રહ્યો હતો, પરંતુ ધુમ્મસને કારણે બંને એકબીજાને જોઈ શક્યા નહીં અને બંને એકબીજા સાથે અથડાઈ ગયા. સુશીલ દિલ્હીથી મિર્ઝાપુર જઈ રહ્યો હતો.
રાજસ્થાન: રોડવેઝની બસ ટ્રક સાથે અથડાઈ, 9 ઘાયલ
રાજસ્થાનના ટોંકથી સવાઈ માધોપુર જઈ રહેલી રોડવેઝની બસ અને તૂટેલા ટુકડાઓથી ભરેલી ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માત NH 116 પર ઉનિયારા અને અલીગઢ વચ્ચે ખેલનિયા ગામ પાસે થયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક સહિત 9 લોકો ઘાયલ થયા હતા. ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હતો. તમામને સારવાર માટે અલીગઢ સીએચસીમાં મોકલવામાં આવ્યા છે.
વિઝિબિલિટી કેટલી નોંધાય
હવામાન વિભાગ (IMD) અનુસાર, સવારે 5:30 વાગ્યે પંજાબના ભટિંડા, આગ્રા, બરેલી અને યુપીના લખનઉમાં શૂન્ય વિઝિબિલિટી નોંધાઈ હતી, આ ઉપરાંત હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી નોંધાઈ હતી. તે જ સમયે, અમૃતસરમાં વિઝિબિલિટી 25 મીટર નોંધાઈ હતી. દિલ્હીના સફદરજંગ અને પાલમમાં 25 મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી.