Vadodara

ડેન્ગ્યુ 33, ચિકનગુનિયા 12, ટાઈફોઇડ 1, તાવના 128, ઝાડાના 27 કેસ નોંધાયા

વડોદરા: વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 33 કેસ મળી આવ્યા હતા.જ્યારે  ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા હતા.શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે.ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 2129 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ આંક 1214 પર પહોંચ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.જેમાં ઝાડાના 27 કેસ સામે આવ્યા હતા.પાણીજન્ય રોગને કારણે 128 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 451 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 451 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ , ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 308 સેમ્પલમાંથી 33 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.જેમાં શહેરના અકોટા -2 , દિવાળીપુરા -2 , કિશનવાડી -2 , માંજલપુર , પાણીગેટ , વારસિયા , છાણી , બાપોદ -2 , નવાયાર્ડ , નવીધરતી -3 , સમા , શિયાબાગ , મકરપુરા , ગોત્રી -3 , પંચવટી , સુભાનપુરા , તાંદલજા -2 , કપુરાઈ -2 , તરસાલી -2 , મકરપુરા -2 , માંજલપુરમાંથી કેસો મળી આવ્યા હતા.સાથે સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 143 કેસો પૈકી 12 કેસ પોઝિટિવ આવ્યા હતા.શહેરના પાણીગેટ -2 , વારસિયા , એકતાનગર , સમા , મકરપુરા , ગાજરાવાડી , ગોત્રી -2, પંચવટી , સુભાનપુરા- 2 કેસ મળી આવ્યા હતા.જ્યારે ટાઈફોડના સુદામાપુરીમાંથી કેસ ખાતેથી મળી આવ્યા હતા.

સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 16 દર્દી નોંધાયા

શહેરમાં શુક્રવારે સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 111 દર્દીઓ નોંધાયા હતા.જેમાંથી 16 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.ઉપરાંત શંકાસ્પદ ચિકનગુનિયાના 78 દર્દીઓ નોંધાયા હતા.જેમાંથી 18 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.શુક્રવારે એસએસજીના વિવિધ વિભાગોની ઓપીડી મળીને કુલ 1882 દર્દીઓ નોંધાયા હતા.જેમાંથી 132 દર્દીઓને સારવાર માટે એડમિટ કરાયા હતા.

Most Popular

To Top