વડોદરા :વડોદરા શહેરમાં વીજ કંપનીના ખાનગીકરણને લઈને એમજીવીસીએલની મુખ્ય કચેરી બહાર કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગ દ્વારા ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલને નોટીફાઇડ કરવામાં આવ્યું છે.જેના કારણે વિવિધ ક્ષેત્રની જનરેશન ,ટ્રાન્સમિશન તેમજ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓના તમામ વિભાગોને ખાનગીકરણ તરફ સરકાર લઇ જવા માંગે છે.જેના વિરોધમાં રાજ્યભરમાં ગુજરાત ઊર્જા સંકલન સમિતિના નેજા હેઠળ વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રેસકોર્ષ મધ્યગુજરાત વીજ કંપનીની મુખ્ય કચેરી બહાર એકઠા થયેલા કર્મચારીઓએ વીજ કંપનીના ખાનગીકરણનો વિરોધ કર્યો હતો.તેઓએ ભારે સુત્રોચાર કરી ઈલેકટ્રોસીટી એમેડમેન્ટ બિલ 2021 સામે આક્રોશ વ્યક્ત કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગુજરાત ઊર્જા સંકલન સમિતિ વડોદરાના અગ્રણીએ જણાવ્યું હતું કે આજનું અમારું આંદોલન જે છે તે કોઈ કર્મચારીના નાણાંકીય લાભ માટે નથી પણ એના અસ્તિત્વ સામે સવાલ ઉભો થયો છે.
ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ સંસદમાં મૂકવાનું નક્કી થયું છે. એના માટે નેશનલ કમિટી ઓફ કોઓર્ડીનેશન એમ્પ્લોઇઝ અને એન્જિનિયર દ્વારા આંદોલનની હાકલ કરાઈ છે. કારણ કે આ આંદોલન એમ્પ્લોઈ અને તેના અસ્તિત્વ સામે તેમ જ પ્રજાને જે પ્રમાણે હાલાકી પડવાની છે. કારણ કે એના પછી કોઈ પણ માણસ ડાયરેક્ટ વીજ કંપની વિતરણ નું લાયસન્સ લઇ શકશે. અને તેના પેટા પોતાની જાતે અન્યને આપી શકશે. તેમજ જ્યાં સુધી રાખવું હોય ત્યાં સુધી રાખે પછી પરત તેને વિડ્રો પણ કરવો હોય તો તે કરી શકે છે. મૂળ તો જે સબસીડી છે રેસિડેન્સીયલ અને ખેડૂતોની જે પાણી પુરવઠા માટે છે એ સબસીડી તમામ બંધ થઈ જશે.હાલમાં જે રીતે અપાઈ છે તો હવે પુરેપુરા નાણાં આપવા પડશે.
જે દર નક્કી થશે તે પોતાના ખાતામાં જમા થઈ જશે તે પ્રકારનું આ માળખું છે. જે રીતે આટલી આઝાદી પછી પણ આપણે જે વીજ માળખું કર્મચારીઓનું સ્થપાયેલું છે કર્મચારીઓના લોહી અને પાણી એક કરીને. જે ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને જનરેશનનું તે બધું જ એ વાપરી શકશે. તેમજ નોમિનલ ચાર્જીસ આપીને વાપરી શકશે. સાથે સાથે મેન્ટેનન્સની જવાબદારી કંપનીની રહેશે અને એમાં કોઈ વિક્ષેપ પડે તો વળતર પણ કંપનીએ આપવાનું રહેશે. જો કોઈ નિરાકરણ નહીં આવે તો છેલ્લા પગલાં આવશે તો ઓલ ઇન્ડિયા કમિટી દ્વારા જે હાકલ કરા તેનો અમલ કરવાની ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ એ પ્રમાણે અમલ કરશે અને એ સંદર્ભે તારીખ 11મી ના રોજ સમિતિના સેક્રેટરી શૈલેન્દ્ર દુબે વડોદરા આવશે અને મુખ્ય યુનિયન લિડર્સ સાથે બેઠક કરશે તેમ જણાવ્યું હતું.