સુરત: સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation)ના ઝોનમાં ઉધના ઝોન-એ(Udhna Zone – A)માં મનપાના પ્લોટ(plot) પર કબજો(Possession) કરી દારૂનો ધંધો થતો હોવાની વાત નવી નથી. અગાઉ પણ આજ ઝોનમાં પાંડેસરા(Pandesara) જી.આઈ.ડી.સી. તથા ગૌરી નગર વેજીટેબલ માર્કેટ–ગોવાલક ખાતેના સુરત મહાનગરપાલિકાના પ્લોટોમાં દારૂ(liquor)નું વેચાણ કરતા ઈસમોનું ન્યુસન્સ દૂર કરી ઝોનના સ્ટાફે સપાટો બોલાવ્યો હતો. ત્યારે પણ પોલીસને જાણ કરવા છતાં પોલીસ સમયસર નહીં આવતા બુટલેગરો ભાગી ગયા હતા. જો કે હવે ફરીવાર આવું થયુ છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 56 (બમરોલી), ફા.પ્લોટ નં. આર (રિઝર્વેશન ફોર ગાર્ડન) વાળી રિઝર્વેશનની જગ્યામાં કેટલાક ઈસમો દ્વારા લાકડાના ટેકા ઉભા કરી તાડપત્રી બાંધા દારૂનું વેચાણ કરતા હોવાની જાણ ઉધના ઝોનના કાર્યપાલક ઈજનેર કરાઇ હતી તેથી તેણે મનપાના દબાણ વિભાગ, શહેરીવિકાસ વિભાગની ટીમો તેમજ સિક્યોરિટી સ્ટાફ એસ.આર.પી.ની ટીમને સાથે રાખી ડિમોલિશન હાથ ધર્યુ હતું
- પોલીસનું કામ મનપાએ કર્યુ : બમરોલીમાં મનપાના પ્લોટ પરના દારૂના અડ્ડાનું ડિમોલિશન
- બમરોલીમાં ગાર્ડનના રિઝર્વેશન પ્લોટ પર કબજો જમાવી માથાભારે બુટલેગરો દારૂનો અડ્ડો ચલાવતા હતા
- ઝોનની ટીમે દારૂના અડ્ડાના દબાણ દૂર કરીને રસ્તો ખુલ્લો કર્યો અને જમીનનો પણ કબજો લીધો
જો કે પોલીસને જાણ કરાઇ હોવા છતાં પોલીસ સમયસર નહીં પહોંચતા દારૂનું વેચાણ કરતા બુટલેગરો ભાગી ગયા હતા અને બાદમાં આવેલી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉધના ઝોન-એના તંત્ર દ્વારા 420 ચો. ફૂટ માપવિસ્તારમાં બાંધકામ દૂર કરી મનપાનો પ્લોટ કબજે લીધો હતો. સાથે સાથે ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. 63 (વડોદ) માં 45 મી. ટી.પી.રોડ બની રહ્યો છે, તેમાં શાસ્ત્રીનગર-બાપુનગર પાસે રોડની જગ્યામાં પણ દબાણ કરી ઝુંપડા બનાવી દારૂનું વેચાણ કરતા હોવાનું માલુમ પડતા ઝોનની ટીમે આશરે 300 ચોરસ ફુટ જગ્યામાં હંગામી બાંધકામ દૂર કરી રસ્તાની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી