Madhya Gujarat

ડાકોરમાં ડિમોલીશનઃદુકાનો ગુમાવનાર 55 વેપારીએ દુકાન મેળવવા માંગ ઉચ્ચારી

ડાકોર : ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરની બહાર આવેલ 55 જેટલી દુકાનો થોડા વર્ષો અગાઉ તોડી પાડી, જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જોકે, તંત્ર દ્વારા આજદિન સુધી આ જગ્યાનો કોઈ યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો ન હોવાથી આ ખુલ્લી જગ્યામાં આડેધડ વાહનો પાર્કિંગ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે, દુકાન ગુમાવનાર 55 વેપારીઓએ પોતાની જ જગ્યા પર દુકાન પરત મેળવવાની માંગ ઉચ્ચારી છે.

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ટ્રાફિકના બહાના હેઠળ આજથી ઘણાં વર્ષો પહેલાં ૫૫ દુકાનદારોની અંગ્રેજોના સમય પહેલાની દુકાનોને તોડી પાડવામાં આવી હતી. આ સ્થળ પર હાલ પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ બહારથી આવતી ગાડીઓ મન ફાવે તેમ પાર્કિંગ કરી દેવાય છે. જેથી સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. આ ગાડી મુકનારને તંત્રનો કોઈ ડર રહેવા પામ્યો ન હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે.

આમાં અવરોધ રૂપ નથી….? શું સરકારને આ દેખાતું નથી…? પોતાનું પેટિયું રડી ખાતા ૫૫ દુકાનદારોની વગર વાંકે દુકાનો તોડી પડાઈ છે. ત્યારે આ પાર્કિગ જોઈ દુકાનદારો પોતાની દુકાનો પાછી આજ જગ્યાએ પરત મેળવવા માટે વિરોધના મુડમાં જોવા મળી રહ્યાં છે. મંદિર પાસેના પાર્કિંગ બાબતે વેપારી બીપીનભાઈ શાહ જણાવે છે કે, વીના વાંકે ટ્રાફિકના બહાના હેઠળ અમારી દુકાનો તોડી પાડવામાં આવી છે. અમોને બેકાર કરી દીધા છે.

Most Popular

To Top