Charchapatra

લોકશાહી અને સંસદ

હાલમાં આપણા દેશમાં સંસદ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં હોબાળો હોવો એ સામાન્ય વાત છે. આ સત્રમાં પણ અત્યાર સુધીમાં ઘણા કલાકો હોબાળામાં વેડફાઈ ગયા છે. ખરેખર સંસદ એ લોકશાહીનું મંદિર છે. જ્યાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે હિસાબ-કિતાબની ચર્ચા થાય છે. સત્તાપક્ષ લીધેલા નિર્ણય અને અન્ય મુદ્દા ઉપર વાદવિવાદ થાય છે. હાલમાં તો ખેડૂત આંદોલન પેગાસસ જાસૂસી,  કોરોના, મોંઘવારી વગેરે મુદ્દાઓ ચર્ચામાં છે. હકીકતમાં સત્તાપક્ષ અને વિપક્ષ બંનેએ સંપૂર્ણ તાકાત સાથે સવાલ-જવાબ કરવા જોઈએ.

જેથી લોકશાહીની સુંદરતા જળવાઇ રહે અને કરદાતાના પૈસાનો યોગ્ય ઉપયોગ થયા હોવાની અનુભૂતિ થાય. મોટા ભાગે હિસાબ-કિતાબ દરમિયાન જવાબ આપનારો, જવાબ આપવાથી છટકવાનો પ્રયાસ કરે અથવા પૂછવામાં આવેલા સવાલો તાર્કિક ન હોય તો હોબાળો હોવો સ્વાભાવિક છે. સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ બંનેએ વ્યાજબી ચર્ચા કરવી જોઈએ. સંસદમાં રાજનીતિ કરવી ન જોઈએ અને વારંવાર હોબાળા કરી સંસદના સત્રનો સમય વેડફવો ન જોઈએ કારણ કે બન્ને પક્ષોને સત્તા પર લાવનાર તો પ્રજા જ છે અને તેઓએ પ્રજા પ્રત્યેની તેમની જવાબદારી સમજવી રહી. સુરત     – સૃષ્ટિ કનક શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top