Vadodara

વડોદરા હવાઈમથકને સર સયાજીરાવ ગાયકવાડ નામ આપવા માગ

વડોદરા: વડોદરામાં તૈયાર થઈ રહેલા આંતરરાષ્ટ્રીય હવાઈમથકને શ્રી સર સયાજીરાવ ગાયકવાડ આંતરરાષ્ટ્રીય હવાઈમથક નામ આપવાની માંગ સાથે શહેરના ચાર વિવિધ સંગઠનો દ્વારા વડોદરા જીલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. સ્માર્ટ સિટી વડોદરામાં હવે આંતરરાષ્ટ્રીય હવાઈમથક બનવા જઈ રહ્યું છે.થોડા સમય પૂર્વે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.જ્યારે કેન્દ્ર સરકારની અનુમતિ સાથે મંજૂરી આપવામાં આવી છે.

ત્યારે આ આંતરરાષ્ટ્રીય હવાઈમથકને શ્રી સયાજીરાવ ગાયકવાડ આંતરરાષ્ટ્રીય હવાઈમથક નામ આપવામાં આવે તેવી વડોદરા શહેરના વિવિધ ચાર સંગઠનો જેમાં અખિલ મહારાષ્ટ્ર યુવા સંગઠન, શિવસેના, વડોદરા શહેર મહારાષ્ટ્રિયન યુવા સંગઠન તથા એનસીપી દ્વારા સંયુક્ત રીતે એકત્રિત થઈને વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટર ડી.આર.પટેલને આવેદનપત્ર આપ્યું હતું.સંગઠન અગ્રણીઓ વડોદરાના ચાર સંગઠનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર સર સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરને ઘણી ભેટ આપી છે.

જેમાં પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ , સયાજીબાગ , ન્યાય મંદિર તથા અનેક ઐતિહાસિક ધરોહર વડોદરાને આપી છે.ત્યારે તેમના પ્રત્યે આપણી ફરજ નિભાવવાનો અવસર મળ્યો છે.

શહેરના આંતરરાષ્ટ્રીય હવાઈમથકને શ્રી સર સયાજીરાવ ગાયકવાડ આંતરરાષ્ટ્રીય હવાઈમથક નામ આપી તેમના સન્માનમાં વધારો કરવામાં આવે તેવી વડોદરા જીલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી અને જો શહેરીજનોની માંગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે, સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા શહેરની શાન વધે અને જરૂરીયાતો સંતોષાય તે માટે ખુબ કામગીરી કરી છે માટે હવાઈ મથક સાથે તેમનું જોડવું ઉચીત ગણાશે.

Most Popular

To Top