વડોદરા : સરકારના નિયમ મુજબ ધોરણ-1 માં પ્રવેશ મામલે વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે.પરંતુ સરકારે પરિપત્ર કર્યો ત્યારે બાળકોના પ્રવેશ નર્સરીમાં થઈ ચૂક્યા હતા.સરકારના નિયમ મુજબ છ વર્ષે બાળકોને ધોરણ એકમાં પ્રવેશ મળી શકે છે.કેજી સેકશનના ત્રણ વર્ષ પતાવ્યા બાદ ધોરણ 1 માં પ્રવેશ ના નિયમને લઈ વાલીઓ અવઢવમાં મુકાયા છે.બાળકનું એક વર્ષ બગડે અથવા તો તેને રીપીટ કરાવવો પડે તેવી પરિસ્થિતિ વાલીઓની બની છે.ત્યારે વાલીઓએ ડીઈઓ કચેરી ખાતે પહોંચ્યા હતા.જ્યાં સરકાર મધ્યસ્થી બને અને એક વર્ષ એક્સટેન્શન આપે તેવી માંગ કરી હતી.વાલીઓએ આક્ષેપ કર્યા હતા કે વડોદરા શહેર અને રાજ્યના હજારો બાળકોના ભવિષ્ય પર અસર પડશે અને જો વિદ્યાર્થીને રીપીટ કરવામાં આવે તો રૂ.40,000 ઉપરાંતની વાર્ષિક ફી ભરવી પડે તેમ વાલીઓનું કહેવું છે.
બાળકોના ભવિષ્યની સાથે સાથે આર્થિક ખર્ચાને લઈને પણ વાલીઓ ચિંતિત હોવાથી મોટી સંખ્યામાં વાલીઓએ જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચી અધિકારીને રજૂઆત કરી હતી.ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ જે અમલમાં મૂકવામાં આવી તેમાં સૌ પ્રથમ 31 જાન્યુઆરી 2020ના રોજ એક નોટિફિકેશન બહાર પાડી જેમાં સરકારના કહેવા પ્રમાણે જે બાળકે 1 જૂન 2023ના રોજ 6 વર્ષ પૂરા કર્યા હશે.તેને જ ધોરણ 1માં પ્રમોટ કરાશે. ત્યારે પ્રશ્ન તે ઉભો થઈ રહ્યો છે કે, સરકારે જ્યારે પરિપત્ર બહાર પાડ્યું તે પહેલા એડમિશનની પ્રોશેસ કેજી લેવલમાં સમાપ્ત થઈ ગઈ હતી.
ત્યારે ગુજરાતમાં હજારો બાળકોને એક વર્ષ રિપીટ કરવાનું કે એક વર્ષ ડ્રોપ કરવાનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. એટલે અત્યારે અમે તમામ વાલીઓ એકત્રિત થઈ ગુજરાત સરકારને આનો અમલ એક વર્ષ મોકૂફ રાખવા રજૂઆત કરી રહ્યા છે.જેથી ગુજરાતના હજારો બાળકોનું એક વર્ષ બગડતું અટકી શકે તેમ છે.વાલીઓએ જણાવ્યું હતું કે ડીઈઓ કચેરીમાં એક રીકવેસ્ટ લેટર આપી રહ્યા છે. સાથે સાથે તેમના નોટિફિકેશનની કોપી પણ આપી રહ્યા છે.સરકારે ડિસેમ્બર 20માં પરિપત્ર બહાર પાડી સ્કૂલને જાણ કરી ત્યારે ક્યાંકને ક્યાંક આનો પ્રચાર પસાર યોગ્ય રીતે થયો નથી.આ બાબતે શાળાની પણ ભૂલ થઈ છે.તેમણે બઘાને એડમિશન આપ્યા છે.3 વર્ષ સુધી ફી પણ લીધી છે.
અને હવે જ્યારે પહેલા ધોરણમાં મૂકવાની વાત આવી તો આ પરિપત્રનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેથી ગુજરાતના હજારો બાળકોનું એક વર્ષ બગડે તેમ છે. જેથી સરકાર એક વર્ષ આ પરિપત્રમે મોકૂફ રાખે તો હજારો બાળકોનું એક વર્ષ બચી શકે છે. દરેક વાલીઓને એ પણ ચિંતા છે કે બાળકનું એક વર્ષ બગડવાની સાથે 3 વર્ષ સુઘી ભરેલી ફી પણ ભરાઈ ગયેલી છે. જેથી સરકાર આ બાળકોનું વર્ષ ન બગડે અને વાલીઓને આર્થિક રીતે તકલીફ ન પડે તે રીતે કોઈ પ્રયત્ન કરે તેમ અમારી રજૂઆત છે.