Vadodara

આણંદના 4 નાયબ TDO સહિત 65થી વધુ જગ્યા ઇન્ચાર્જના હવાલે

આણંદ જિલ્લા પંચાયત સહિત આઠ તાલુકા પંચાયતોમાં છેલ્લા ઘણા સમયથી વહીવટી અધિકારીઓ, કર્મચારીઓની ઘટ હોવાથી વહીવટી કામોમાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી હોવાની બાબત ઉજાગર થવા પામી છે. જરૂરી મહેકમ ઉપલબ્ધ ના થવાને કારણે અન્ય કર્મચારી, અધિકારીઓને ઇન્ચાર્જ અથવા વધારાનો હવાલો આપીને કામગીરી કરવામાં આવી રહી છે.
સમગ્ર જીલ્લામાં જિલ્લામાં 65થી વધુ કર્મચારીઓની ઘટના કારણે દરેક સરકારી કચેરીઓમાં કાર્યભારણ વધવા સહિતની બાબતો જાણવા મળી રહી છે. આણંદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ખાલી જગ્યાઓ ભરવા રાજય સરકારમાં માગણી કરવામાં આવ્યાનું જાણવા સુત્રો દ્વારા જાણવા મળેલ છે.
આણંદ જિલ્લામાં વહીવટી જુનિયર કલાર્કની મંજૂર 92પૈકીની 21 જગ્યાઓ ખાલી છે. જયારે સિ.કલાર્કની 58પૈકી 14, જુ.કલાર્ક (હિસાબી) 35 પૈકીની 7, નાયબ ચીટનીશની 35 પૈકીની 5, આંકડા મદદનીશ અધિકારીની 24 પૈકીની 5 તેમજ 4 તાલુકામાં નાયબ તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી  હોવાનું જાણવા મળેલ છે. 
આણંદની વડી કચેરી આણંદ જીલ્લા પંચાયત તેમજ આઠ તાલુકા આણંદ બોરસદ ખંભાત પેટલાદ ઉમરેઠ સોજિત્રા આંકલાવ તારાપુર તાલુકા પંચાયત કચેરીમાં કર્મચારીઓની ઘટના કારણે અરજદારો સહિત નિયત સમયમર્યાદાના કામો પણ વિલંબિત થઇ રહ્યાની રજૂઆતો થવા પામી હતી. જેથી આણંદ ડીડીઓ દ્વારા જિલ્લા પંચાયત હસ્તકની કચેરીઓનું મહેકમ મંગાવીને ઘટ પડતા કર્મચારીઓની તાત્કાલીક ભરતી કરવા સરકારમાં માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

Most Popular

To Top