ભારતમાં બીજી લહેર (corona second wave) શાંત થવાના અહેવાલ વચ્ચે કોવિડ-19ના ડેલ્ટા+ વેરિએન્ટ (Delta plus variant)ના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ડેલ્ટા પ્લસની ભયજનક એન્ટ્રી (Gujarat entry) થઇ ગઈ છે, અને આ જીવલેણ ડેલ્ટા+ વેરિઅન્ટના બે કેસ સામે આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પ્લસની એન્ટ્રી થઈ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના આ બે કેસ સુરત (Surat) અને વડોદરા (Vadodara)માં નોંધાયા છે. ત્યારે સુરત શહેરમાં એક તરફ કેસોમાં ઘટાડો અને બીજી તરફ આ જીવલેણ વેરિએન્ટના પગલે તંત્ર માટે પણ પડકાર થઇ પડશે. વાત કરીએ ભારતમાં કોરોનાની પરિસ્થિતિની તો દેશમાં નવા વેરિએન્ટ સામે આવ્યા બાદ ચિંતા વધી ગઈ છે. ગત દિવસોમાં દેશમાં સામે આવેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના મામલાની સંખ્યામાં સતત વધારો નોંધનીય બાબત થઇ પડી છે. સરકારે જાણકારી આપી કે અત્યાર સુધીમાં ભારતના 18 જિલ્લામાં કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 48 કેસ સામે આવ્યા છે. જેમાં બીજી લહેરમાં આવેલા કેસની જેમ જ કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં મળી આવ્યા છે.
મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસથી પહેલું મોત થતા પડકાર
સમગ્ર દેશમાં વધતા કેસ વચ્ચે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમિત એક 80 વર્ષના વૃદ્ધનું મોત નિપજ્યું છે. જેમાં ખાસ રાજ્યમાં કુલ 21 દર્દી ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત છે. ત્યારે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જાલનામાં મીડિયા સાથે વાતચીતમાં આ દાવો કર્યો છે. જેમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી આ બીજું મોત થયું છે, જેમાંથી મહારાષ્ટ્રમાં આ પહેલું મોત હોવાનું કહેવાય રહ્યું છે.
આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા તમામ વેરિએન્ટ સામે કોવિશીલ્ડ અને કોવેક્સિન અસરકારક
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ તમામ જાહેરાત વચ્ચે મહત્વની એ જાહેરાત પણ કરાય છે કે ડેલ્ટા પ્લસના ખતરા સામે સારા સમાચાર એ છે કે કોવિશીલ્ડ અને કોવેક્સિન કોરોના (SARS CoV 2ના) આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ એમ તમામ વેરિયન્ટ સામે અસરકારક સાબિત થઈ છે. ત્યારે આ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ 48 દેશમાં નોંધાઈ ચૂક્યો છે.આ વાત ICMRના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કરી છે.
ભારતમાં ક્યાં રાજ્યમાં કેટલા કેસ?
રાજ્ય | ડેલ્ટા+ના કેસ |
મહારાષ્ટ્ર | 20 |
તામિલનાડુ | 09 |
મધ્યપ્રદેશ | 07 |
કેરળ | 03 |
ગુજરાત | 02 |
પંજાબ | 02 |
આંધ્રપ્રદેશ | 01 |
ઓરિસ્સા | 01 |
રાજસ્થાન | 01 |
જમ્મુ કાશ્મીર | 01 |
કર્ણાટક | 01 |