કુદરતે બાળકોનો જન્મ આપોઆપ નોર્મલ જ થાય છે એવું બનાવેલ છે એટલે જ વરસો પહેલા પાંચ થી છ ડીલીવરી ઘરે જ થતી પણ હવે એકાદ ડીલીવરી પણ સીઝીરીયનથી થાય આ બાબતે હાસ્પિટલ ઉભી થયેલ છે. સરકારી પ્રાઈવેટ વિગેરે.
આ બાબતે ઘણી વાર પરિસ્થિતી એવી ઉભી થાય તો ઓપરેશન કરીને પણ માતા અને બાળકને બચાવવુ પણ પડે છે. હવે એંસી ટકા બાળકોનો જન્મ સીઝેરીયન થી થાય છે એવું કેમ ? સરકારી હોસ્પિટલો કે સીવીલ હોસ્પિટલમાં જુઓ તો સીઝીરીયન ઓપરેશન ઓછા જોવા મળે છે ત્યા લગભગ નોર્મલ જ ડીલીવરી થાય છે જયારે સારામાં સારી પ્રાઈવેટ હોસ્પિટલમાં વધારે ઓપરેશન થતા હોય છે.
બીજુ એ પણ જોવા મળે છે કે જયારથી પ્રેગનન્સી હોય ત્યારથી બેડ રેસ્ટ આપવામાં આવે છે. જયારે મજુર વર્ગ બિચારા આખો દિવસ મજુરી કરીને પણ સરકારી દવાખાનામાં નોર્મલ ડીલીવરીથી બાળકને જન્મ આપે છે નથી એમને એટલી બધી સગવડ મળતી નથી ફળો ખાતા, નથી એટલી બધી વિટામીનની ગોળી લેતાં છતાં પણ તંદુરસ્ત બાળકને જન્મ આપે છે.
જયારે પ્રાઈવેટ હોસ્પિટલમાં તો સીજરીયનના મોટા મોટા પૈસાના પેકેજ જોવા મળે છે. ઉપરાંત એ જોવા જેવું છે. સરકારી દવાખાનામાં જવા માટે વ્યકિતઓ શરમ અનુભવી રહયા છે. જયા નોર્મલ ડીલીવરી થાય છે અને પ્રાઈવેટમાં સારા સારો ખર્ચા કરીને ઓપરેશનથી ડીલીવરી કરાવે. આ કેવું?
પાંચ થી છ એવા ભયજનક કારણો જોવા મળે છે કે કુટુંબના સભ્યો બિચારા ઓપરેશન જ કરવાનું માની લે છે કદાચ આ સાચુ પણ હોય શકે, પણ સત્યતા એ છે કે ઓપરેશનથી ડીલીવરી વધુ જોવા મળે છે.
સુરત -કલ્પના વૈદ્ય – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.