રોચક લખાણ

જ્યારે બહારગામ જવાનું થાય ત્યારે હાઇ વે પર જતી ટ્રકની પાછળ કેટલાંક લખાણ જોવા મળે છે. મારા એક મિત્રને અવારનવાર બહારગામ જવાનું થાય છે. તેણે કોરોના મહામારી પછી ટ્રક પરના લખાણ પર પરિસ્થિતિને અનુલક્ષીને જે ફેરફાર થયા છે તેની નોંધ કરી અને પોતાના ગ્રુપમાં મૂક્યા. હાલના સંજોગોને ધ્યાનમાં લેતાં જે ફેરફાર થયા છે તે રસપ્રદ છે.બધાં લખાણ હિંદીમાં છે.

 • (૧) દેખો મગર પ્યારસે, કોરોના ડરતા હૈ વેક્સિનકી મારસે.
 • (૨) મૈં ખૂબસૂરત હું, મુઝે નજર મત ન લગાના, જિંદગીભર સાથ દૂંગી, વેક્સિન જરૂર લગવાના
 • (૩) હંસ મત પગલી, પ્યાર હો જાયેગા, ટીકા લગવા લે, કોરોના હાર જાયેગા
 • (૪) ટીકા લગવાઓગે તો બાર – બાર મિલેંગે, લાપરવાહી કરોગે તો હરિદ્વાર મીલેંગે.
 • (૫) યદી કરતે રહના હૈ સૌંદર્યદર્શન રોજ – રોજ, તો પહેલે લગવા દો વેક્સિનકે દોનો ડોઝ
 • (૬) ટીકા નહીં લગવાનેસે યમરાજ બહુત ખુશ હોતે હૈ
 • (૭) ચલતી હૈ ગાડી, ઉડતી હૈ ધુલ, વેક્સિન લગવા લો, વરના હોગી બડી ભૂલ
 • (૮) બુરી નજરવાલે તેરા મુંહ કાલા, અચ્છા હોતા હૈ વેક્સિન લગવાનેવાલા,
 • (૯) કોરોનાસે સાવધાની હટી, તો સમજો સબ્જી પૂડી બટી
 • (૧૦) માલિક તો મહાન હૈ, ચમચોસે પરેશાન હૈ, કોરોનાસે બચનેકા ટીકા હી સમાધાન હૈ. એવું નથી લાગતું કે લખાણ લખનારે સાંપ્રત સમયમાં બરાબરનું ભેજું દોડાવ્યું છે.
 • સુરત -સુરેન્દ્ર દલાલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts