National

મુંબઈના ન્હાવાશેવા પોર્ટ પરથી દિલ્હીની સ્પેશિયલ સેલે 1800 કરોડનો હેરોઈન કોટેડ દારૂ જપ્ત કર્યો

મુંબઈ: દિલ્હી (Delhi) પોલીસના સ્પેશિયલ સેલને (Special cell) મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે મુંબઈના (Mumbai) ન્હાવાશેવા પોર્ટ (nhava sheva port) પર દરોડા (Raid) પાડીને એક કન્ટેનર જપ્ત (Container seized) કર્યું છે. જેમાં કરોડો રૂપિયાની કિંમતનો હેરોઈન કોટેડ દારૂ (Heroin coated liquor) ભરાયો હતો. જપ્ત કરાયેલા નશીલા પદાર્થોની કિંમત 1800 કરોડ રૂપિયા હોવાનું કહેવાય રહ્યું છે. દિલ્હી પોલીસની આ અત્યાર સુધીની સૌથી મોટી સફળતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે થોડા દિવસ પહેલા 2 અફઘાન નાગરિકોની ધરપકડ કરી હતી. બંનેએ નાર્કો ટેરરનો પર્દાફાશ કર્યો હતો. તેઓના કહેવા પર સ્પેશિયલ સેલની ટીમે 1200 કરોડનું ડ્રગ્સ રિકવર કર્યું હતું. આ બંને વિદેશી નાગરિકોની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ ખુલાસો કર્યો કે મુંબઈ બંદરે પણ એક કન્ટેનરમાં ડ્રગ્સ છે. આ માહિતીના આધારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમ બંને આરોપીઓ સાથે મુંબઈના નવા શેરા પોર્ટ પર પહોંચી અને ત્યાં દરોડો પાડીને એક કન્ટેનરમાંથી 20 ટનથી વધુ હેરોઈન કોટેડ દારૂનો જથ્થો જપ્ત કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસની અત્યાર સુધીની આ સૌથી મોટી હેરોઈન જપ્ત કરી છે. ઝડપાયેલા હેરોઈનની કિંમત આશરે 1800 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડ્રગ કન્સાઈનમેન્ટના તાર નાર્કો ટેરર ​​સાથે સંબંધિત છે. દિલ્હી પોલીસના ડીસીપી પ્રમોદ કુશવાહાના નેતૃત્વમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમની ટીમમાં એસીપી લલિત મોહન નેગી, હૃદય ભૂષણ અને ઈન્સ્પેક્ટર વિનોદ બડોલા જેવા કાબિલ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ટીમે વર્ષ 20-21માં સૌથી વધુ ડ્રગ્સ પકડ્યું છે, જેમાં મોટાભાગના કેસ નાર્કો ટેરરના છે. આશ્ચર્યની વાત એ છે કે, નાર્કોટીક્સ બ્યુરો અને ડીઆરઆઈની ટીમ દ્વારા મુંબઈ બંદર પર હેરોઈન કોટેડ દારૂ ભરેલા કન્ટેનરને ઘણી વખત ચેક કરવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ડ્રગ્સના આ કન્સાઈનમેન્ટથી અજાણ રહ્યા હતા. પરંતુ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તે કન્ટેનરમાંથી જ ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ રિકવર કર્યું અને તે કન્ટેનર દિલ્હી લઈ આવ્યું.

આ મામલો ખૂબ જ સંવેદનશીલ ગણાવવામાં આવી રહ્યો છે કારણ કે બે દિવસ પહેલા ઇન્ટરનેશનલ ફોરમ પર, વિશ્વના સૌથી મોટા ડ્રગ માફિયા નૂરજહી, જે લાંબા સમયથી અમેરિકી જેલમાં હતા, અફઘાનિસ્તાન જેલમાંથી અમેરિકન નાગરિકની મુક્તિના બદલામાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો. 80ના દાયકામાં નૂરજહી અફઘાનિસ્તાનના તમામ તાંઝીમોથી લઈને વિશ્વના ઘણા દેશોમાં ડ્રગ્સના કારોબારમાં માસ્ટર હતો. જેમણે વર્ષો સુધી અમેરિકા માટે ડ્રગ એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું. ત્યારબાદ અમેરિકન એજન્ટો સાથેના અણબનાવને કારણે નૂરને અમેરિકામાં જ કેદ કરવામાં આવો હતો.

હવે નૂરની છોડી દેવાની સાથે ફરી એકવાર અફઘાનિસ્તાનથી સમગ્ર વિશ્વમાં ડ્રગ્સના વેપારમાં મોટો ખતરો હોવાનો સંકેત મળી રહ્યો છે. તાલિબાનના ટોચના નેતાઓએ અમેરિકા પાસે નૂરની મુક્તિની માગણી કરી હતી. નૂર આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર માટે યુએસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. નૂર તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. તેને 2009માં યુએસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ભારતીય એજન્સીઓના મતે તેની જેલ-મુક્તિથી ડ્રગ્સનો વેપાર વધુ વધશે.

Most Popular

To Top