National

દિલ્હી-વડોદરા ફ્લાઈટના ટોયલેટમાં ટીશ્યુ પેપર પર લખ્યું હતું ‘બોમ્બ’, ફ્લાઈટ રોકી દેવાઈ

નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક દિવસથી દેશમાં એક બાદ એક અનેક શહેરો, સ્કૂલો, મોલ્સમાં બોમ્બની અફવાઓ મળી રહી છે. હવે ફ્લાઈટ્માં બોમ્બ હોવાની ધમકી મળી છે. બુધવારે સાંજે નવી દિલ્હી એરપોર્ટ પર દિલ્હીથી વડોદરા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. ધમકી મળી ત્યારે ફ્લાઈટમાં 150 પેસેન્જર બેઠાં હતાં. તમામના જીવ અદ્ધર થઈ ગયા હતા. તાત્કાલિક ફ્લાઈટને રનવે પર રોકી દેવાઈ હતી. પોલીસ પ્રશાસને 3 વખત ચેકિંગ હાથ ધર્યું હતું, પરંતુ કશું મળ્યું નહોતું.

દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટના ટોઈલેટમાંથી બોમ્બ લખેલું ટિશ્યુ પેપર મળી આવ્યું હતું, જેના પછી અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ તેની તપાસ કરી અને આખરે બોમ્બ સંબંધિત માહિતીને અફવા ગણાવીને ફગાવી દીધી. પોલીસે આપેલી માહિતી મુજબ બુધવારે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે વડોદરા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના ટોઈલેટમાંથી એક ટિશ્યુ પેપર મળી આવ્યું હતું, જેના પર બોમ્બ શબ્દ લખાયેલો હતો.

દિલ્હીના IGI એરપોર્ટ પર દિલ્હી-વડોદરા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં જ્યારે ક્રૂ મેમ્બરે પ્લેનના ટોઈલેટમાં ટિશ્યુ પેપર પર બોમ્બ લખેલો શબ્દ જોયો ત્યારે ગભરાટ ફેલાયો હતો. સુરક્ષા એજન્સીઓએ તેની તપાસ કરી અને આખરે બોમ્બ સંબંધિત માહિતીને અફવા ગણાવીને ફગાવી દીધી.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (IGI એરપોર્ટ) ઉષા રંગનાનીએ જણાવ્યું હતું કે પ્રમાણભૂત સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. તમને જણાવી દઈએ કે રવિવારે ઈમેલ દ્વારા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ દિલ્હીની ઘણી હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેને પોલીસે તપાસ બાદ માત્ર અફવા ગણાવી હતી. અગાઉ 1 મેના રોજ, દિલ્હી-એનસીઆરમાં 150 થી વધુ શાળાઓને નકલી ધમકીભર્યા ઇમેઇલ્સ મળ્યા હતા, તે પણ અફવા હોવાનું બહાર આવ્યું હતું.

Most Popular

To Top