દિલ્હી: (Delhi) દિલ્હી પોલીસ (Police) સ્પેશિયલ સેલે મોટા આતંકી મોડ્યુલને ખતમ કરી દીધું છે. સ્પેશિયલ સેલે ઓપરેશનમાં 6 આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓની (Terrorist) પૂછપરછ કરવામાં આવશે. દિલ્હી, યુપી અને મહારાષ્ટ્રમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહાએ જણાવ્યું કે વિસ્ફોટકો અને અન્ય હથિયારો પણ મળી આવ્યા છે. આમાંથી બે આતંકીઓએ પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી. દિલ્હી પોલીસનું કહેવું છે કે વિસ્ફોટથી સમગ્ર દેશને હચમચાવી દેવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પકડાયેલા તમામ આરોપીઓ દેશભરમાં બ્લાસ્ટ (Blast) કરવાની કોશિશ કરી રહ્યા હતા. હાલ તમામ પકડાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. પાકિસ્તાનના સંગઠિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બે પાકિસ્તાની પ્રશિક્ષિત આતંકવાદીઓ સહિત કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી સ્પેશિયલ સેલ પ્રમોદ કુશવાહાએ જણાવ્યું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાનના સંગઠિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. બે પાકિસ્તાની તાલીમ પામેલા આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી વિસ્ફોટકો અને અન્ય હથિયારો મળી આવ્યા છે.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ લગભગ એક મહિનાથી આ માટે કામગીરી ચલાવી રહી હતી. આ આતંકવાદીઓ યુપી ચૂંટણીને નિશાન બનાવવા માટે સંપૂર્ણ યોજના તૈયાર કરી રહ્યા હતા. તેમની પાસેથી વિસ્ફોટકો અને હથિયારો મળી આવ્યા છે. આમાંથી બે આતંકીઓને પાકિસ્તાનમાં તાલીમ આપવામાં આવી છે. તેઓ દિલ્હી, યુપી અને મહારાષ્ટ્રમાં રોમિંગ કરીને રેકી કરતા હતા. પ્રાપ્ત માહિતીના આધારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. હવે પોલીસ તેમને રિમાન્ડ પર લેશે અને તેમની પૂછપરછ કરશે. પૂછપરછ બાદ જ ખબર પડશે કે આ આતંકવાદીઓ કયા હેતુથી અહીં આવ્યા હતા અને તેમનો સાચો ઈરાદો અને લક્ષ્ય શું હતું.