IPL-18માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને સતત ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમનો દિલ્હી કેપિટલ્સ (ડીસી) દ્વારા 25 રને પરાજય થયો. દિલ્હીનો આ સતત ત્રીજો વિજય છે. શનિવારે રમાયેલી પહેલી મેચમાં ૧૮૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતી ચેન્નાઈ ૨૦ ઓવરમાં ૫ વિકેટે માત્ર ૧૫૮ રન જ બનાવી શકી હતી. વિજય શંકર ૬૯ અને એમએસ ધોની ૩૦ રન બનાવીને અણનમ રહ્યા. દિલ્હી તરફથી વિપરાજ નિગમે ૨ વિકેટ લીધી. મિશેલ સ્ટાર્ક, મુકેશ કુમાર અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી.
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 183 રન બનાવ્યા. કેએલ રાહુલે 51 બોલમાં 77 રનની ઇનિંગ રમી. અભિષેક પોરેલે ૩૩ રન, ટ્રિસ્ટન સ્ટબ્સે અણનમ ૨૪ રન અને સમીર રિઝવીએ ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. ખલીલ અહેમદે 2 વિકેટ લીધી.
દિલ્હી કેપિટલ્સ ટીમ IPL 2025 માં મેદાન પર સતત સારું પ્રદર્શન કરી રહી છે, જેમાં તેમણે અક્ષર પટેલની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 25 રનથી મેચ જીતીને આ સિઝનમાં પોતાની ત્રીજી જીત નોંધાવી છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા, જેમાં કેએલ રાહુલના બેટમાંથી શાનદાર અડધી સદીની ઇનિંગ જોવા મળી હતી. જવાબમાં, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 158 રનનો સ્કોર બનાવી શકી. દિલ્હી માટે બોલિંગમાં વિપરાજ નિગમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
દિલ્હીએ ૫૪૬૮ દિવસ પછી ચેન્નાઈને તેના ઘરઆંગણે હરાવ્યું
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ પર હરાવવી એ આઈપીએલમાં કોઈપણ ટીમ માટે સરળ કાર્ય રહ્યું નથી. જોકે આ સિઝનમાં આવું બે વાર બન્યું, પહેલા RCB એ 6154 દિવસ પછી CSK ને તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું અને હવે દિલ્હી કેપિટલ્સે 5468 દિવસ પછી MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે જીત નોંધાવી છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે 2010માં આ સ્ટેડિયમમાં CSK સામે જીત મેળવી હતી.
