નવી દિલ્હી: રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે એક પછી એક મુસીબતો આવી રહી છે. જાણે મુસીબતો તેમનો સાથ છોડવા જ નથી માંગતી. સભામાં પીએમ (PM) મોદી અને અદાણીના (Adani) સંબંધનો જવાબ, લંડનમાં (London) ભારત વિરોધી બોલવાનો આરોપ તો હવે દિલ્હી પોલીસે પણ રાહુલ ગાંધીને નોટિસ (Notice) ફટકારી છે.
રાહુલ ગાંધીને દિલ્હી પોલીસે નોટિસ ફટકારી છે જેમાં પૂછવામાં આવ્યું છે કે રાહુલ એ તમામ પીડિતોની ડિટેલ શેર કરે જેઓ જાતીય સતામણીનો ભોગ બની હતી. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના એક બયાનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સાથે વાત કરી છે તેઓએ ધણાં સવાલોના જવાબ રાહુલ ગાંધી પાસે માગ્યા છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ભારત જોડો યાત્રા દરમ્યાન શ્રીનગરમાં રાહુલ ગાંધીએ બયાન આપ્યું હતું. જેમાં તેઓએ મહિલાઓ જાતીય સતામણીનો ભોગ બની રહી છે તેવું કહ્યું હતું. આ બયાનને લઈને તેઓ પર હવે મુસીબત આવી પડી છે. દિલ્હી પોલીસે પીડિત મહિલાઓની યાદી માગી છે જેથી તેઓને ન્યાય અને સુરક્ષા આપી શકાય. જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ શ્રીનગરમાં ભારત જોડો યાત્રા દરમ્યાન કહ્યું હતું કે મને એવી ફરિયાદો મળી છે કે મહિલાઓ જાતીય સતામણીનો ભોગ બની રહી છે. દિલ્હી પોલીસ નોટિસ આપવા માટે રાહુલ ગાંધીના ઘરે ગઈ હતી. તેમજ આ નોટિસ રાહુલ ગાંધીએ લીધી હતી.
જણાવી દઈએ ગુરુવારના રોજ લોકસભામાં હંગામો થતાં સભા સ્થગિત કરી દેવામાં આવી હતી . રાહુલ ગાંધીએ આ માટે કહ્યું હતું કે પીએમ તેમનો અને અદાણી વચ્ચે કયો સંબંધ છે તે સ્પષ્ટ કરે આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે અમુક નેતાઓ આ મુદ્દે લોકોનું ધ્યાન ભટકાવવા માગે છે. તેઓ લોકોને જે તે સવાલનો સ્પષ્ટ પણે કોઈ જવાબ આપી રહ્યાં નથી.