National

કંઝાવાલા કેસમાં આરોપીઓ અંગે પોલીસનો મોટો ખુલાસો

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) કંઝાવાલા કેસમાં રોજને રોજ કોઈને કોઈ અલગ રીતે ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે શુક્રવારના રોજ આ કેસમાં એક મોટો તેમજ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે (Police) જાણકારી આપી છે કે ગાડીમાં (Car) સવાર તમામ આરોપીઓએ દારુ (Alcohol) પીધો હતો. જણાવી દઈએ કે દિલ્હીના કંઝાવાલામાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એટલે કે 1 જાન્યુઆરીના રોજ ર્હદય કંપાવે તેવી ધટના ઘટી હતી. કારચાલક 4 યુવાનોએ 1 યુવતી સાથે અકસ્માત કરી તેને 12 કિલોમીટર સુધી ધસડી હતી જેના કારણે તેનું કમકમાટીભર્યું મોત થયું હતું.

જણાવી દઈએ કે FSL રોહિણીને દિલ્હી પોલીસને આરોપીઓના બ્લડ સેમ્પલના રિપાર્ટ આપ્યા હતાં. આ બ્લડ સેમ્પલના રિપોર્ટમાં આ ખુલાસો સામે આવ્યો છે. આ ધટના ધટી તે સમયે ગાડીમાં કુલ 4 લોકો હતાં. આ સાથે મૃતક અંજલિએ પણ દારુ પીધો હતો કે નહિ તે રિપાર્ટ પણ FSLએ તૈયાર કર્યો હતો.

આ સાથે જાણકારી મુજબ કંઝાવાલા કેસમાં લાપરવાહીના કારણે દિલ્લી પોલીસના 11 કર્મચારીઓને બરખાસ્ત કરી દેવામાં આવ્યાં છે. આ પોલીસકર્મીએ ધટનાના દિવસે પોતાની ડયૂટી ઉપર હતા. જાણકારી મુજબ પોલીસે તમામ આરોપીઓ ઉપર ધારા 302ની હત્યાની ધારા લગાવીને મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.

શું છે સમગ્ર કેસ?
દિલ્હીના કંઝાવાલામાં 1 જાન્યુઆરીની વહેલી સવારે એક વટેમાર્ગુએ એક મૃતદેહને કારની પાછળ ઘસડતો જોયો. આ પછી તેણે લગભગ 3.24 વાગ્યે પોલીસને ફોન કર્યો. દીપક નામના યુવકે જણાવ્યું કે, તે મોડીરાત્રે લગભગ 3.15 વાગ્યે દૂધની ડિલિવરી માટે રાહ જોઈ રહ્યો હતો, ત્યારે તેણે એક કાર આવતી જોઈ. પાછળના પૈડામાંથી જોરદાર અવાજ આવી રહ્યો હતો. આ પછી તેણે પોલીસને કારની પાછળ લટકતી લાશ અંગે જાણ કરી. દીપકે કહ્યું હતું કે, તે સવારે 5 વાગ્યા સુધી પોલીસ સાથે સંપર્કમાં હતો. પરંતુ સ્થળ પર કોઈ આવ્યું ન હતું.  

Most Popular

To Top