સુરત(Surat) : શહેરના પોલીસના માથે કલંક સમાન વધુ એક ઘટના બની છે. તોડબાજીના (Corruption) કિસ્સાઓથી ઘેરાયેલી પોલીસ (Police) હવે તેની સત્તાનો દુરઉપયોગ કરી લોકોની ખાનગી (Private Data) માહિતી મેળવી સંબંધિત વ્યક્તિને વેચવાનું રેકેટ (Racket) ઓપરેટ કરતી હોવાનો પર્દાફાશ પણ થયો હતો. આ રેકેટ ચલાવનારા કાપોદ્રા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિપુલ રણછોડ કોરડિયાની દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા ધરપકડ (Arrest) કરવામાં આવી છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વિપુલ કોરડિયા ડીસીપી ઝોન-1ની ઓફિસમાં નોકરી કરતો હતો. આ દરમિયાન તેમના ઝોન હેઠળના પોલીસ કર્મચારીઓ દ્વારા ડિટેક્શન માટે જે માહિતી માંગે એને ક્રાઇમ બ્રાન્ચમાં પાસઓન કરી દેતો હતો. ક્રાઇમબ્રાન્ચના ચોક્કસ કર્મચારીઓ આ રીતે ઉપલકમાં માહિતી મેળવી ડિટેક્શન કરતાં હતાં. મહેનત લોકલ પોલીસ મથકની અને ફળ કાઇમબ્રાન્ચે ખાઈ એવી આ સ્થિતિ હતી. આ માહિતી સામે ક્રાઈમ બ્રાન્ચમાંથી તેને યોગ્ય પ્રસાદ મળતો હોવાની વાત પણ બહાર આવી છે. આ બાબત ઝોન-1 તાબાના પોલીસ મથકોના ઇન્સપેક્ટર્સના ધ્યાને આવતાં તેમણે રજૂઆત કરી હતી. તેથી ડીસીપીએ તેને રવાના કરી દીધો હતો. જો કે આવી નોકરી દરમિયાન કોડિયાને માત્ર ઝોન- 1 જ નહીં ઝોન-2ના આઇડી પાસવર્ડ પણ મળી ગયા હતાં. આ આઇડી પાસવર્ડનો દૂરઉપયોગ કરી તેણે કોલ ડિટેઇલ રિપોર્ટ મેળવવા માંડ્યા હતાં. વિષ્ણુની સાથે આ રેકેટમાં મીત શાહ અને અન્ય એક વ્યક્તિ પણ સંડોવાયેલો હતો. આ બે જણા દિલ્હીના રોહિણી ખાતે જાસૂસી સંસ્થા ચલાવતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. દિલ્હી, રોહિણીની એ જાસૂસી સંસ્થાને જરુર પડે એવી માહિતી સુરત પોલીસનો કોન્સ્ટેબલ વિપુલ આઇડીનો ગેરકાયદે ઉપયોગ કરી મેળવી આપતો હતો. સીડીઆર, આઇટી રિર્ટન કે બેન્ક ડિટેઇલ જે જોઈએ તે મળી જાય એવી વાતો દિલ્હી પોલીસ સુધી પહોંચી હતી. તેમણે આ ગોરખધંધો કરતી ગેંગના પર્દાફાશ માટે ટ્રેપ ગોઠવી હતી. જેમાં સુરત પોલીસનો કોન્સટેબલ આબાદ ફસાયો હતો. દિલ્હી પોલીસ દ્વારા વિપુલની ધરપકડ કરવામાં આવતાં સુરત પોલીસ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ હતી. ખાસ કરીને પોલીસ અધિકારીઓના નામથી મેળવેલી માહિતી વેચવાનો આરોપ હોવાથી સનસની મચી ગઇ હતી. દિલ્હી પોલીસની કાર્યવાહી બાદ સુરત પોલીસ દ્વારા વિપુલને સસ્પેન્ડ કરાયો હતો.
છેલ્લાં 7 મહિનાથી તે ફરજ પર હાજર રહેતો ન હતો. તે ડીસીપીની આઇડીથી સીડીઆર સહિતની માહિતી મેળવવા વિપુલે એક મિત્રના ખાનગી કોમ્પ્યૂટરનો ઉપયોગ કર્યો હતો. તેણે 7 થી વર્ષ માહિતી વેચી હોવાની વાત પત્ર પ્રાથમિક તબકે બહાર આવી રહી છે. વિપુલના ગોરખધંધા, તેની દાનત અંગે ઉચ્ચ અધિકારીઓને પણ માહિતી હતી. આમ છતાં તેણે આ કાંડ કર્યો એ બાબત સૌથી વધુ ચિંતાજનક છે. તાજેતરમાં જ દિલ્હી પોલીસે ડિટેક્ટીવ એજન્સીઓ અને પોલીસના એક રેકેટનો પર્દાફાશ કર્યોછે. જે વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે લોકોના કોલ ડિટેલ રેકોર્ડ્સ સીડીઆર મેળવવા અને વેચવામાં કથિત રીતે સામેલ છે. આ કેસમાં મુખ્ય શંકાસ્પદની ધરપડ કરવામાં આવી છે ત્યારે આ ગુનામાં સામેલ અન્યને પકડવા માટે દરોડા ચાલુ છે. પોલીરાને શંકા છે કે આ ટોળકીએ તાજેતરમાં 50થી વધુ સીડીઆર વેચ્યા હતા.