National

નવા સંસદ ભવનને લઈને દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર, ભવનની આસપાસ જડબેસલાક સુરક્ષા

નવી દિલ્હી: નવા સંસદ ભવનના ઉદ્ધાટનને લઈને એક તરફ વિપક્ષી દળો વિવાદ ઉભો કરી રહ્યા છે તો બીજી તરફ સંસદ ભવનના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. સાથેજ સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. પોલીસ અધિકારીને તેઓના સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે કાર્યક્રમ પહેલા વિરોધીઓ દ્વારા સ્થળની આસપાસ વાતાવરણ બગાડવાના પ્રયાસ કરાઈ શકે છે. જેને લઈને પોલીસે સંસદ ભવનની સુરક્ષા વધારી દીધી છે. પોલીસ અધિકારીઓએ 70 પોલીસ કર્મીનો સ્ટાફ સંસદ ભવનની સુરક્ષા માટે લગાવી દીધો છે. મોનિટરિંગ ACP રેંકના અધિકારીઓ કરી રહ્યાં છે. સંસદ ભવન પાસે 24 કલાક સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. સીસીટીવી દ્વારા પર નજર રાખવામાં આવી રહી છે.

નવા સંસદના ઉદ્ધાટન અંગે દિલ્હી પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. ત્યારે આ વચ્ચે એવી શક્યતા વ્યકત કરવામાં આવી છે કે વિપક્ષી પાર્ટી ઉદ્ઘાટન કાર્યક્રમનો વિરોધ કરવા માટે પગપાળા માર્ચ કરી શકે છે. આ પછી દિલ્હી પોલીસનું એક નિવેદન બહાર આવ્યું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી દીપેન્દ્ર પાઠકે કહ્યું છે કે રવિવારે સમગ્ર દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા કડક રહેશે. આ કાર્યક્રમ કોઈપણ અડચણ વગર સંપન્ન થાય તે માટે પોલીસે કાયદો અને વ્યવસ્થા માટે પુરતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. તમામ સૈનિકોને તેમની જવાબદારી જણાવવી દેવામાં આવી છે અને વિભાગીય બ્રીફિંગ પણ આપવામાં આવ્યું છે. આ સમય દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમે તમામ વ્યવસ્થા કરી છે.

બીજી તરફ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન મુદ્દે સમુદાયો અને જૂથો વચ્ચે ભેદભાવ ઉભો કરવાના ઈરાદા સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જાતિને ટાંકીને ભડકાઉ ભાષાનો ઉપયોગ કરવા બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નીતીશ કુમારે કહ્યું આ લોકો ઈતિહાસ બદલવા માગે છે
બીજી તરફ સંસદ ભવનના ઉદ્ધાટન મુદ્દે કોંગ્રેસ સહિત 21 પક્ષોએ આ પ્રસંગને બાયકોટ કરવાની માંગ કરી છે. આ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે નવા સંસદ ભવનનું કામ શું છે. જૂના સંસદ ભવન સાથે દેશનો ઈતિહાસ જોડાયેલો છે. દેશને આઝાદી મળી ત્યારથી જે વસ્તુની જ્યાંથી શરૂઆત થઈ છે તેનો ત્યાં જ વિકાસ કરવો જોઈએ. અલગથી બનાવવાનો કોઈ મતલબ નથી. તેમણે કહ્યું હું આનો બહિષ્કાર કરું છું. આ તમામ લોકો ઈતિહાસ બદલવા માંગે છે. કોઈ મતલબ નથી ત્યાં જવાનો. શું જરૂરત છે ત્યાં જવાની અને નવું સંસદ ભવન બનાવવાની.

કઈ પાર્ટી વિરોધમાં
21 વિરોધ પક્ષોએ સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ પક્ષોમાં કોંગ્રેસ, ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ), આપ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), સમાજવાદી પાર્ટી, સીપીઆઈ, જેએમએમ, કેરળ કોંગ્રેસ (મણિ), વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી, આરએલડી, ટીએમસી, જેડીયુ, એનસીપી, સીપીઆઈ(એમ)નો સમાવેશ થાય છે. ), RJD, AIMIM, AIUDF (ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, નેશનલ કોન્ફરન્સ, રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી અને મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK).

કયા પક્ષો સમર્થનમાં
ભાજપ, શિવસેના (શિંદે જૂથ), નેશનલ પીપલ્સ પાર્ટી, નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી, સિક્કિમ ક્રાંતિકારી મોરચા, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી, અપના દળ – સોનીલાલ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, તમિલ મનિલા કોંગ્રેસ, AIADMK, AJSU (ઝારખંડ), મિઝો નેશનલ મોરચો, YSRCP, TDP, BJD, BSP, JDS, શિરોમણી અકાલી દળનો સમાવેશ થાય છે.

Most Popular

To Top