National

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા, લોકો ઘરની બહાર દોડી ગયા

નવી દિલ્હીઃ (New Delhi) દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ સહિત સમગ્ર NCRમાં ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા છે. જેને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી ગયા હતા. રવિવારનો (Sunday) દિવસ અને બપોરનો સમય હોવાથી મોટાભાગના લોકો પોતાના ઘરમાં (House) હતા. તે સમયે બનેલી આ ઘટનાને કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

રવિવારે બપોરે લગભગ 4 વાગ્યે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનું ફરીદાબાદ હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. NCRના ફરીદાબાદ, ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગુરુગ્રામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાઈરાઈઝ બિલ્ડિંગોમાં વધુ આંચકા અનુભવાયા હતા.

જોકે રવિવાર હોવાને કારણે મોટાભાગની ઓફિસો અને દુકાનો બંદ હતી. જેથી કોમર્શિયલ વિસ્તારોમાં તેની અસર વધુ જોવા મળી ન હતી. પરંતુ રજાના દિવસે ઘરોની અંદર બપોરના સમયે આરામ કરી રહેલા લોકોને આંચકો અનુભવાતા લોકો બિલ્ડિંગમાંથી નીચે ઉતરી આવ્યા હતા.

ભૂકંપ શા માટે આવે છે?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળવા લાગે છે. જ્યારે ખૂબ દબાણ વધે છે ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.

Most Popular

To Top