Entertainment

69માં નેશનલ ફિલ્મ એવોર્ડસની જાહેરાત, શ્રેષ્ઠ અભિનેત્રીની કેટેગરીમાં આ બે સ્ટાર્સને મળ્યું સન્માન

આજે દિલ્હીમાં (Delhi) 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની (National Film Awards) જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કાર કોઈપણ કલાકાર માટે સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનો એક છે. ચાલો જાણીએ કે આ વર્ષે કયા કલાકારને નેશનલ એવોર્ડ મળ્યો છે. મનોરંજન (Entertainment) ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે આલિયા ભટ્ટ, કૃતિ સેનન, અલ્લુ અર્જુનથી લઈને વિક્કી કૌશલની સરદાર ઉધમ અને આર માધવનની રોકેટ્રી એ આ વર્ષે ઘણા બધા એવોર્ડ જીત્યા છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એ ભારતમાં સૌથી પ્રખ્યાત ફિલ્મ પુરસ્કાર સમારોહ છે. નવી દિલ્હીમાં 24 ઓગસ્ટે સાંજે 5 વાગ્યે 69માં રાષ્ટ્રીય પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ નામોની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2021માં 28 ભાષાઓમાં 280 ફિલ્મો એવોર્ડ માટે દાખલ કરવામાં આવી હતી. ફીચર ફિલ્મમાં 31 કેટેગરી, નોન-ફીચરમાં 24 અને સિનેમા સ્ક્રિપ્ટ રાઈટિંગમાં 3 કેટેગરી છે શામેલ કરાઈ છે. આ વર્ષે એક નહીં પરંતુ બે અભિનેત્રીઓએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે.

આલિયા ભટ્ટ અને કૃતિ સેનને તેમની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. તો બીજી તરફ ‘પુષ્પા’ સ્ટાર અલ્લુ અર્જુન સર્વશ્રેષ્ઠ અભિનેતા બન્યો છે. આર માધવનની ‘રોકેટ્રી’, સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, વિકી કૌશલની ‘સરદાર ઉધમ’ અને એસએસ રાજામૌલીની ‘RRR’એ 69માં રાષ્ટ્રીય પુરસ્કારોમાં ઘણા બધા પુરસ્કારો જીત્યા છે.

  • નેશનલ ફિલ્મ એવોર્ડ 2023ની યાદી
  • શ્રેષ્ઠ ફીચર ફિલ્મ – રોકેટ્રી ધ નામ્બી ઈફેક્ટ (આર માધવન)
  • શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ – સરદાર ઉધમ સિંહ (વિકી કૌશલ)
  • શ્રેષ્ઠ અભિનેત્રી – આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) અને કૃતિ સેનન (આદિપુરુષ)
  • શ્રેષ્ઠ અભિનેતા – અલ્લુ અર્જુન (પુષ્પા ફિલ્મ)
  • શ્રેષ્ઠ સંપાદક – સંજય લીલા ભણસાલી (ગંગુબાઈ કાઠિયાવાડી)
  • શ્રેષ્ઠ સહાયક અભિનેતા – પંકજ ત્રિપાઠી (મિમી)
  • શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – પલ્લવી જોશી (ધ કાશ્મીર ફાઇલ્સ)
  • શ્રેષ્ઠ સંગીત નિર્દેશક – દેવી શ્રી પ્રસાદ (પુષ્પા)
  • શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન – RRR
  • શ્રેષ્ઠ કોરિયોગ્રાફી – RRR
  • શ્રેષ્ઠ વિશેષ અસરો – RRR

  • આ ફિલ્મોને મળ્યો પુરસ્કાર
  • શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ – છેલ્લો શો
  • બેસ્ટ મિસિંગ ફિલ્મ – બૂમ્બા રાઈડ
  • શ્રેષ્ઠ આસામી ફિલ્મ – અનુર
  • શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ – કાલોખો
  • શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ – 777 ચાર્લી
  • શ્રેષ્ઠ મૈથિલી ફિલ્મ – સમંતર
  • શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ – એકદા કે જાલા
  • શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ – હોમ
  • શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ – એક થા ગાંવ (ગઢવાલી અને હિન્દી)
  • શ્રેષ્ઠ દિગ્દર્શક – બકુલ મટિયાની (સ્માઈલ પ્લીઝ)
  • કૌટુંબિક મૂલ્યો પરની શ્રેષ્ઠ ફિલ્મ – ચાંદ સાંસે (હિન્દી)
  • શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર – બિટ્ટુ રાવત (પત્તલ ટી)
  • બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ ફિલ્મ – લૂકિંગ ફોર ચલાન (અંગ્રેજી)
  • શ્રેષ્ઠ શૈક્ષણિક ફિલ્મ – સિરપિગાલિન સિપાંગલ (તમિલ)
  • સામાજિક મુદ્દા પરની શ્રેષ્ઠ ફિલ્મ – મિથુ દી (અંગ્રેજી), એક બે ત્રણ (મરાઠી, હિન્દી)
  • શ્રેષ્ઠ પર્યાવરણીય ફિલ્મ – મુન્નમ (મલયાલમ)

Most Popular

To Top