નવી દિલ્હી : સોમવારથી દિલ્હીમાં (Delhi) શરુ થયેલી રાષ્ટ્રીય (National) કાર્યકારિણીની (Executive) બેઠકમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પહોંચ્યા હતા. બે દિવસ ચાલનારી આ બેઠકમાં BJPના અન્ય રાષ્ટ્રીય કાર્યકરો પણ હાજર રહેશે. આ બેઠક દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં થઈ રહી છે. સભામાં પહોંચતા પહેલા પીએમ મોદીએ દિલ્હીમાં રોડ શો (Road Show) કર્યો હતો.. પીએમ મોદીનો આ રોડ શો નિર્ધારિત કાર્યક્રમ મુજબ પટેલ ચોકથી શરૂ થયો હતો. પીએમ મોદીનો આ રોડ શો સંસદ માર્ગ જયસિંહ રોડ જંક્શન પહોંચ્યા બાદ સમાપ્ત થશે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની આ બેઠકમાં તમામ રાજ્ય અને કેન્દ્રીય સમિતિના પદાધિકારીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેવાના છે.
પીએમ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા માટે રવાના
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મિની રોડ શો હાલ પૂર્ણ થઈ ગયો છે. લગભગ 15 મિનિટ સુધી ચાલેલા આ રોડ શો દરમિયાન ભાજપના કાર્યકરોની ભારે ભીડ જોવા મળી હતી. અને ત્યારબાદ પીએમ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા માટે રવાના થયા હતા.
આ બેઠક ભાજપ માટે બેઠક મહત્વની ગણાય રહી છે
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ પણ આ મહિનાના અંતમાં પૂરો થઈ રહ્યો છે. કારણ કે પક્ષની સંગઠનની ચૂંટણી હજુ યોજાઈ નથી. તેથી, 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં જેપી નડ્ડાના કાર્યકાળમાં વધારો પણ આપવામાં આવી શકે છે. સોમવારે સવારે 10 વાગ્યાથી ભાજપના મુખ્યાલયમાં રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાશે. તે પછી NDMC કન્વેન્શન સેન્ટરમાં સાંજે 4 વાગ્યાથી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થશે. જેને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સંબોધિત કરશે. આ બેઠકમાં તમામ મુખ્યમંત્રીઓ નાયબ મુખ્યમંત્રીઓ, ટોચના નેતાઓ અને પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. સભાના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે.
સાંજે 5 વાગ્યા સુધી રસ્તો બંધ રખાયા
પીએમ મોદીના રોડ શોને કારણે જે માર્ગ ઉ[પરથી રેલી પસાર થવાની હતી તે માર્ગો ઉપર બપોરથી લઇને સાંજના 5 વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી હતી. દિલ્હીની ટ્રાફિક પોલીસે આ અંગે ટ્રાફિક એડવાઈઝરી પણ જાહેર કરી દેવામાં આવ્યી હતી. દિલ્હી ટ્રાફિક પોલીસે કેટલાક માર્ગો બંધ કરવા અને કેટલાક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન અંગે માહિતી આપવામાં આવી હતી જેને લઇને કોઈને પણ તકલીફ ન થાય.વધુમાં લોકોને આ માર્ગો પર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.